________________
૧૧૯
તે પછીથી સંસાઈટીનું સઘળું કામકાજ અમે એક યંત્રવત કરતા હતા. અમારે સઘળે ઉત્સાહ ભાંગી ગયે હતે; નેકરી કરવા પુરતું જે તે કામને સંભાળતા કે તેમાં કસુર થવા પામે નહિ.
એ વર્ષોમાં દેશ પુષ્કળ પ્રગતિ કરી રહ્યો હતો. ગાંધીજી અમદાવાદમાં આવી રહ્યા હતા. યુરેપના મહાભારત યુદ્ધ ને ચંચળ અને પ્રગતિમાન કરી મૂક્યા હતા. માત્ર સોસાઈટી જુને ચીલે ધીમી અને એકસરખી ગતિ કરતી હતી.
પ્રથમ ઇન્દુલાલના “નવજીવન' અને તે પછી તુરતજ હામહમદ અલારખીઆએ “વીસમી સદી' કાઢીને ગુજરાતી માસિકમાં નવું ચેતન રેડયું હતું અને હાજી મહમદે તો વીસમી સદીને સચિત્ર કરીને તેમ લેખકવર્ગમાં કંઇને કંઈ પરિતોષિક આપીને ગુજરાતી માસિકમાં પરિવર્તન કર્યું હતું.
એ બધાંની સરખામણીમાં બુદ્ધિપ્રકાશ ઝાંખું અને મેળું દેખાતું અને તે વિષે સખ્ત ટીકા પણ થતી હતી.
એક નમુને નીચે ઉતારીએ છીએ
પરંતુ આજના બુદ્ધિપ્રકાશમાં એનું ભૂતકાળનું ગૈરવ કાયમ રહ્યું નથી. એની ગત અને ચાલુ અવસ્થાઓની તુલના કરીએ છીએ ત્યારે એની પૂર્વ સ્થિતિને માટે જેટલું માન ઉપજે છે તેટલી જ એની અત્યારની દીન-હીન દશાને માટે દયા આવે છે. જે બુદ્ધિપ્રકાશને માટે પહેલાં “ ક્યારે પ્રસિધ્ધ થાય ?” એ જાતની વિદ્યાવિલાસીઓમાં આતુરતા રહેતી હેને અહારે ભાવ પણ બહુ ઓછા પૂછે છે. જે થોડાં વર્ષો ઉપર માસિકને મોખરે હતું તે અત્યારે સાની પાછળ પડી ગયું છે. •
તેથી એ સંસ્થાના કાર્યવાહક હેમજ સભ્યએ આ બાબત ઉપર સત્વર લક્ષ આપવું જોઈએ. અને ગુજરાતી ભાષાની સેવાને પિતાને જે મૂળ ઉદ્દેશ હેની સાધનામાં અત્યુપયોગી થઈ શકે એહવા આ પત્રના ઉદ્ધારના ઉપાય જવા જોઈએ.” [ વિશ્વનાથ ભટ્ટ, વસન્ત, પુ. ૨૧, અંક ૧૦, કાર્તિક, સં. ૧૯૭૮.]
સન ૧૯૨૦ માં દી. બા. કેશવલાલભાઈ સોસાઈટીના પ્રમુખપદે ચુંટાતાં અમારા કાર્યમાં કેટલીક સરળતા થવા પામી હતી અને અમારી અનુકુળતા પણ વધી હતી; પણ કાગળોની મોંઘવારી અને બીજી કેટલીક