________________
૮૪
યજ્ઞયાગનું મહત્વ પૂર્વે આરભ કાળમાં જેટલું હતું તેટલુંજ આજે ટકી રહ્યું નથી. તે ક્રિયા, વિધિ અદ્યાપિ ચાલુ છે, તેા પણ તેમાં રહેલું રહસ્ય વિસરાઇ ગયું છે. એ યજ્ઞ યાગ કરવામાં શે હેતુ હતો અને તેની ક્રિયા કેમ થતી એ વગેરે માહિતી બહુ થાડાને જ્ઞાત હશે. તે વિષે આ પુસ્તકમાંથી સારી માહિતી મળે છે, પણ તેની વિશિષ્ટતા એમાં ખ્રિસ્તી યાગનું વિવેચન કરી, આપણા નરમેધની સાથે તેની તુલના કરી છે તેમાં રહેલી છે. એ આખુય પ્રકરણ વિચારણીય છે; અને એક બીજા ધર્મની અસર-અનુકરણ કેવી રીતે થતી આવે છે તેને તાદૃશ્ય વૃત્તાંત એમાંથી
પ્રાપ્ત થાય છે.
“ શ્રીયુત
મૂળ કર્તાને પરિચય આપતાં એટલુંજ જણાવીશું રામેન્દ્રસુન્દર અંગાળાના સૂક્ષ્મ દૃષ્ટિવાળા વિદ્વાનેામાંના એક હતા. તેમના વેદશાસ્ત્રના અભ્યાસ બહુ ઊંડા હતો. ઐતરેય બ્રાહ્મણનું બંગાળીમાં ભાષાંતર કરી એ ઉંડા અભ્યાસનું મૂળ એમણે બંગાળી પ્રજા સમક્ષ રજુ કર્યુ હતું. તેમના કેટલાક લેખાના જમન લોકોએ બહુ સત્કાર કરેલા હતા. આવા એક બહુશ્રુત વિદ્વાનને કલકત્તા વિશ્વ વિદ્યાલયના માજી વાઈસ ચાન્સેલર દેવપ્રસાદ સર્વાધિકારીએ 22 યજ્ઞ પર વ્યાખ્યાને આપવાનું આમંત્રણ આપેલું, તે પરથી તેમણે વિશ્વ વિદ્યાલય સમક્ષ આ વિષય પર પાંચ વ્યાખ્યાના કરેલાં તેનું ભાષાંતર પ્રસ્તુત પુસ્તકમાં આપેલું છે. તેમણે એમાં ચચેલા વિયેા નીચે મુજબ છેઃ
66
૧. યજ્ઞ—અગ્ન્યાધાન અને અગ્નિહેાત્ર.
ર. યિાગ અને પશુયાગ.
૩. સામયાગ,
૪. ખ્રિસ્ત યજ્ઞ,
૫. પુરૂષ યજ્ઞ.
આમાંનાં છેલ્લાં બે વ્યાખ્યાનો ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના તુલનાત્મક અભ્યાસ કરનારને બહુ મદદગાર થશે.
',
“ ધર્મ અને સમાજ એ નામક ગ્રંથ સર રમણભાઇના ધાર્મિક પ્રવચનેાના સંગ્રહ છે. એમની હયાતિમાં જ સાસાટીએ એમનું “ કવિતા અને સાહિત્ય નામક પુસ્તક ફરી છપાવવાનું આરંભ્યું હતું; અને એમના અવસાન બાદ એમના અન્ય અને વિવિધ પ્રકારના લેખાને સંગ્રહ પુસ્તક
23