________________
તે પૂર્વે દી. બા. નર્મદાશંકરે સોસાઈટીને “હિન્દ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ' એ નામનું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું હતું.
નવીન અને ઐતિહાસિક દષ્ટિએ એવું પુસ્તક ગુજરાતીમાં આ પ્રથમ જ હતું. | સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈએ “સિદ્ધાંત સાર” પ્રસિદ્ધ કર્યું હતું, અને જો કે આર્ય તત્ત્વજ્ઞાનનો પરિચય કરવા સારૂ તે ઉપયોગી છે; પણ તેની રેખાઓ આછી પાતળી છે અને તે વાંચતાં સમગ્ર વિષયનું પૂરું અવલોકન થતું નથી. એ બેટ દી. બા. નર્મદાશંકરનું પુસ્તકજ પૂરી પાડે છે.
અંગ્રેજીમાં હમણાં હમણાં હિન્દના તત્વજ્ઞાન વિષે બે કિંમતી ગ્રંથ પ્રસિદ્ધ થયેલા છે. (૧) સર રાધાકૃષ્ણકૃત હિંદના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ અને (૨) દાસગુપ્તાકૃત હિંદના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ. બંને લેખકેની નિરૂપણ શલી ભિન્ન ભિન્ન છે અને દરેક ગ્રંથનું નિરાળું વ્યક્તિત્વ છે.
દી. બા. નર્મદાશંકરે આ પુસ્તકોનું નિરીક્ષણ કર્યું હતું પણ વિશેષમાં એમાં દર્શાવેલા મૂળ પણ તેઓ વિચારી ગયા હતા; પરંતુ આ વિષય એમણે સ્વતંત્ર રીતે ચર્ચા છે.
નિર્ણત મર્યાદામાં રહીને આ પુસ્તકની ગુંથણ કરવાની હતી, તેમ છતાં વિષયની વિશાળતા અને મહત્વ વિચારી તેનું કદ બે ગ્રંથ જેટલું થયું હતું. તેથી કેટલેક સ્થળે વિષયને ટુંકાવ પડયો છે, તે પણ તેમાં ઉણપ આવવા ન દેતાં બહુ કુશળતાથી દરેક વિભાગને પુરતો ન્યાય આપવાનું તેઓ ચૂકયા નથી; એટલું જ નહિ પણ જુદા જુદા મુદ્દાને માર્મિક રીતે અવલોકતાં, તેનું વિવેચન કરતાં, તેઓ એમની તટસ્થતા જાળવી શક્યા છે અને તે એ ગ્રંથની વિશિષ્ટતા છે.
અમારી જાણ પ્રમાણે આવું મૂલ્યવાન અને સ્વતંત્ર પુસ્તક હિન્દના તત્ત્વજ્ઞાન વિષે બીજું કોઈ નથી અને તે લખીને દી. બા. નર્મદાશંકરે ગુજરાતી જનતાની ઉત્તમ સેવા કરી છે.
એવું બીજું કિંમતી પુસ્તક “યજ્ઞ રહસ્ય” નામનું છે. તે પુસ્તક રામે સુન્દર ત્રિવેદીએ બંગાળીમાં રચ્યું હતું અને તેને અનુવાદ, અનુવાદ કળામાં જેઓ સિદ્ધહસ્ત નિવડયા છે, તે શ્રીયુત મહાશંકર ઇન્દ્રજી દવેએ કર્યો હતો.