________________
તેની વ્યાખ્યા કરી કે જુના દ્વારકાધીશ જે શ્રીકૃષ્ણ તે આપના ઉપર મહેરબાની કરે, અને હાલના દ્વારકાધીશ આપે છે, કેમકે દ્વારિકા આપના તાબામાં છે, માટે આપની પ્રજા ઉપર આપ મહેરબાની રાખજે. તે પછી બીજી કેટલીક વાતચીત થયા પછી સાર સાલ જોડે અને પાવડી વગેરેને સીરપાવ શ્રીમંત મહારાજે દલપતરામને આપ્યો તથા ગટુલાલજી મહારાજને પણ સત્કાર કર્યો અને તે બંને વિદ્વાનોએ રજા લીધી.”
એ પછી સન ૧૮૮૨ ના નવેમ્બર માસની ૨૭ મી તારીકે અમદાવાદમાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવનું પ્રથમવારનું જાહેર આગમન થતાં અમદાવાદના શહેરીઓ તરફથી દબદબાભર્યો આદર સત્કાર થઈને હઠીસીંગની વાડીએ દરબાર ભરાયું હતું તે વખતે એક શહેરીઓ તરફનું, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું, હીમાભાઈ ઈન્સ્ટીટયુટનું અને દક્ષિણી મંડળી તરફથી એમ ચાર જુદાં જુદાં માનપત્રો મહારાજાશ્રીને આપવામાં આવ્યાં હતાં; એમાંનું એસાઈટીએ આપેલું માનપત્ર નીચે પ્રમાણે હતું. શ્રીમંત સરકાર મહારાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડ સેના ખાસ ખેલ સમશેર બહાદૂર,
ઈ. ઈ. પ્રીમંત મહારાજા સાહેબ,
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની વતી અમે નીચે સહી કરનાર વ્યવસ્થાપક મંડળીના સભાસદો આપ શ્રીમંત મહારાજા આ પુરાતન શહેર અમદાવાદમાં પધાર્યા તેથી આનંદ પામી અંતઃકરણપૂર્વક ખરા ભાવથી આપ મહારાજાશ્રીને સતકાર કરીએ છીએ.
(ર) મુંબાઇના સિવિલિયન અને પ્રખ્યાત ગ્રંથ રાસમાળાના રચનાર નામદાર એ. કે. ફારબસ સાહેબના વસીલા નીચે તથા તે વખતના આગેવાન ગૃહસ્થના આશ્રયથી આ સેસાઇટી ઇ. સ. ૧૮૪૮ માં સ્થાપન થઈ. ગુજરાતી ભાષાને સુધારે અને એ ભાષામાં વિદ્યાને વધારે કર એ આ
સાઈટીને મુખ્ય હેતુ હતું અને છે. એ હેતુ પાર પાડવાને ઉઘરાણું કર્યું. તેની ટીપને મથાળે આપ શ્રીમંત મહારાજશ્રીના મહાન કાકા મરહમ મહારાજાધિરાજ ગણપતરાવ મહારાજનું નામ છે. એ મહારાજાશ્રી તે વેળાએ આપના પ્રતાપી પૂર્વજોના રાજ્યાસને હતા.
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૭, પૃ. ૧૫-૧૬.