________________
અને શાહાબ એવું ફારશીમાં શીતારાનું અથવા તનું નામ છે, અને દીન ધર્મનું નામ છે, તે આખા નામનો અર્થ નરેદીન અથવા ધર્મને પ્રકાશ એવો થાય છે. તે ધર્મને પ્રકાશ આપના રાજની ઉપજ એટલે રેવન્યુ ખાતું સંભાળજે; અથવા ખાનબહાદુર શાહબુદ્દીન સાહેબ સંભાળજે; વળી તન એટલે ફારશીમાં શરીરને કહે છે અને પેશ એટલે આગળ પડનાર મતલબ કે પહેલવાન અથવા બહાદુર તે આપનું લશ્કરી ખાતું સંભાળજે અથવા ખાનબહાદુર પેસ્તનજી જહાંગીરજી સંભાળજે. મણભૂત એટલે શેષનાગ જેને ઈશ્વરે પૃથ્વી ધારણ કરવાનું કામ સોંપ્યું છે તે આપની પૃથ્વી ઉપરની ઇમારતે, વાવ, કુવા, તળાવ વગેરે તથા સુધરાઈ ખોતું સંભાળજે કેમકે તે તેનું કામ છે–અથવા રાવ બહાદુર મણિભાઈ જશભાઈ સંભાળજો.
ખુરશેદ એટલે સૂર્ય આખા જગતનું અંધારું હરે છે અને જનાર્દન એટલે વિષ્ણુ નેક ન્યાયથી પાળે છે, તે બંને હંમેશાં આપના રાજ્યમાં ન્યાયનો તોલ કરજે; એટલે સુરજના પ્રતાપથી અંધેર ચાલે નહીં અને વિષ્ણુના પ્રતાપથી સત્વગુણથી અદલ ન્યાય મળે, તથા ખાનબહાદુર ખુરશેદજી રૂસ્તમજી, તથા રા. જનાર્દન સખારામ અદલ ન્યાય તળે કે જેથી આપની પ્રજા અન્યાયથી પીડાય નહીં. તેમજ આપના અનેક ખાનગી ખાતાં રાવ, એટલે આપના તાબાના રાવ–રાણા છત્રપતિએ તપાસે, અથવા રા. રાવજી વીઠ્ઠલ તપાસે અને ભાલચંદ્ર એટલે મહાદેવ આપને તથા આપની પ્રજાને સારા ઉપાયથી આરોગ્ય રાખે. મતલબ કે વૈદક ખાતું તેઓ તપાસે અથવા ભાલચંદ્ર નામના વખણાએલા ડાકટર સાહેબ તપાસે. વળી પવપુરાણમાં યમુના મહામ્ય છે તેમાં લખ્યું છે જે યમુનાં દેવીની સહાયતાથી સર્વ મનોરથની સિદ્ધિ થાય તે માટે હું આપને આશીર્વાદ આપું છું કે દેવી જમુનામૈયાની સહાયતાથી આપના સર્વે મર્થ સિદ્ધ થાઓ, અથવા જમનાબાઈ માતાજીની સહાયતાથી સિદ્ધ થાઓ. તે કવિતમાં અલંકાર શાસ્ત્રના મત પ્રમાણે લેશાલંકાર છે. જેમાં બે અર્થ થતા હોય તે લેણાલંકાર કહેવાય એમ કહીને અલંકારના લક્ષણને શ્લોક અર્થ સુદ્ધાં કરી સંભળાવ્યો, તે સાંભળીને શ્રીમંત મહારાજ પ્રસંન થઈને બોલ્યા ' કે મેં તમારું દલપત કાવ્યનું પુસ્તક વાંચ્યું છે. તેમાં ઘણી સારી કવિતા છે. પછી ગટુલાલજીએ બીજો સંસ્કૃત શ્લોક કહ્યું તેમાં મહારાજાને સૂર્યની ઉપમા આપી. તે પછી દલપતરામે નીચે લખેલે દેહરે કહ્યો. .
દેવ દ્વારકાધીશ તે, કરે કૃપા દિન નીશ; પ્રજા ઉપર કરૂણા કરે, આપ દ્વારિકાધીશ. ૫