________________
ઈદના ઐરાવત જેવા રંગેલા અને શણગારેલા હાથીએ ઘુમે છે, તથા ઠેકાણે ઠેકાણે વાવટા વિગેરેની ઘણું શોભા કરી છે, તે કાનરૂપી નેત્રે જોઈને મારા મનમાં સંશય ઉપજે છે કે હું જાગૃત છું કે આ તે સ્વપ્નની વાત છે ? અને વડોદરા શહેર મેં પ્રથમ જોયું હતું તેજ આ છે, કે શું આકાશમાંથી સાક્ષાત સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતર્યું છે ? - ' પછી ગટુલાલજીએ એક સંસ્કૃત શ્લોક કહ્યો તેમાં એવો ભાવ હતો કે જેમ વુધીછરના આગળ માધવ એટલે કૃષ્ણ પ્રધાન હતા, તેમ આપની પાસે માધવરાવ પ્રધાન છે, ત્યાં જેમ ભીમ હતા તેમ આપની સેના ભીમ એટલે ભયંકર છે; અને ત્યાં જેમ અર્જુન હતા, તેમ આપની સભા અર્જુન એટલે ઉજવળ છે; માટે આપનું રાજ્ય યુદ્ધીષ્ઠીરના જેવું શમે છે. પછી દલપતરામે નીચે લખેલાં બે કવિત કહ્યાં.
મનહર છંદ, માધવ પ્રધાન હતા, જે રીતે યુધિષ્ઠીરના, 2 , આપના પ્રધાન રાજ માધવ જેવા હજે;
. શંકરના ગણ તણા નાયક વિનાયક છે; ઉપમંત્રી આપના વિનાયક જેવા થશે. સુરેદીન ઉપજ તે સંભાળે શહાબુદ્દાન, બહાદુર પેસ્તન સંભાળ સેનાની સજે; અપાર ઇમારતે સંભાળે સદા મણી ભત, તેજ સુધરાઈ. ખાતુ નેહથી નિહાળજે. ૩ ખુરશેદ ખલકનું ખચીત અંધારૂં હરે, જનાર્દન જગતને પાળે ને ન્યાયથી, બને નામદાર તલ ન્યાયને સદાય કરે, જેથી પ્રજા આપની પીડાય ને અન્યાયથી. ખાનગી અનેક ખાતાં રાવજી સંભાળ રાખે, ભાલચંદ્ર આરોગ્ય રાખે ભલા ઉપાયથી; કહે દલપત શ્રીમંત સયાજીરાવ,
સવ સીદ્ધિ પામે, મૈયા જમુનાં સહાયથી. ૪ તેની વ્યાખ્યા કરી કે જે રીતે વુધીષ્ઠીરના પ્રધાન માધવ હતા, તેમજ આપના પ્રધાન-માધવ એટલે કૃષ્ણ જેવા અથવા સર ટી. માધવરાવળ જેવાજ હજો અને શિવજીના ગણના ઉપરી જેમ વિનાયક દેવ છે અર્થાત ઉપમંત્રી છે, (કેમકે મુખ્ય પ્રધાન તે કુબેર ભંડારી છે) તેમજ આપના ઉપમંત્રી એટલે નાયબ દીવાન વિનાયક દેવ જેવા અથવા રાજેશ્રી વિનાયક રાવ કીતને જેવા થજે.