________________
બુદ્ધિપ્રકાશમાં તે વખતે છપાયું હતું. એ વૃત્તાંત જેમ મનોરંજક તેમ આપણા રાજ દરબારમાં કેવી રીતે વિદ્યાવિદ જામ અને રાજાઓનાં યોગાન થતાં તેના નમુના રૂપે, તેમને મહત્વને ભાગ અહિં આપીએ છીએ.x
એમની છેલ્લી મુલાકાત તારીખ પાંચમી જાનેવારીને રોજ નજરબાગના બંગલામાં થઈ. શ્રીમંત મહારાજ રૂપાના સિંહાસન ઉપર બીરાજ્યા હતા અને સદરહુ બે જણને ખુરશીઓ ઉપર જોડાજોડ બેસાર્યા હતા. તે વખતે રાજેશ્રી રાવજી વિઠલ, રા. કૃષ્ણરાવ ગજાનંદ, રા. હરજીવનદાસ વગેરે ૨૦ ગૃહસ્થ હતા. જ્યારે શ્રી મહારાજે દલપતરામને પુછયું કે તમારી પ્રકૃતિ કેમ છે ત્યારે દલપતરામે નીચે લખેલ હરે કહ્યો –
મહિ મંડળ દિવિ મંડળે, થઈ ગજેના આજ;
સુર નાર સૌ હરગીત દશે, દેખિ સયાજી રાજ એમ કરીને તેની વ્યાખ્યા કરી જે મહારાજને સ્વતંત્ર રાજ્યાભિષેક થયો તે દિવસે તે, વાછત્રો વગેરેની પૃથ્વી મંડળમાં ગર્જના થઈ રહી હતી, તેમજ આકાશ મંડળમાં વરસાદની ગર્જના થઈ રહી હતી. તેના આગલા પાછલા દિવસમાં વરસાદની ગર્જના થતી નહતી પણ તેજ દિવસે થઈ તેથી જણાય છે કે આ મહત્સવથી પૃથ્વી મંડળના લોકે આનંદ પામ્યા છે. તેમજ સ્વર્ગના દેએ પણ મહત્સવ કર્યો હશે, અને મોટે આનંદ પામ્યા હશે. એમ સર્વે આનંદમાં દેખાય છે, તે મારી પ્રકૃતિ વિષે આપ પૂછે છે તે મારી પ્રકૃતિ આજ આનંદમાં હેય એમાં શું કહેવું ? વળી સને ૧૮૬૩ માં હું અહીં આવ્યો હતો અને ખંડેરાવ મહારાજને મળીને કવિતા સંભળાવી હતી, તે વખતે વડોદરા વિષે કહેલે લોક આજ બરાબર લાગુ પડે છે. તે એ છે કે –
શાર્દૂલવિક્રિડિત વૃત્ત દેવી દેવ સમાન માનવિ દિસે ઐરાવત હાથી, શોભા શ્રી વટપુરની નિરખતાં, સંદેહ સ્વાતે થયે; શું હું જગૃત છું જરૂર ઉરમાં, શું સ્વપ્નની વાત છે;
સાચું આજ વડેદરા શહર છે, કે સ્વર સાક્ષાત છે. ૨ તેની વ્યાખ્યા કરી જે-આજ વડોદરામાં સ્ત્રી પુરૂષ શણગારાઈને ફરે છે, લેડી અને સરદાર સભામાં અપ્સરાઓ અને દેના જેવાં શોભે છે,
* બુદ્ધિપ્રકાશ, સને ૧૮૮૨, પ. પ૪-૫૭.