________________
૬૦
કરી, એ સંજોગામાં સ્વદેશીના ઉારાર્થે શું શું થઇ શકે અને પ્રજા અને સરકાર ઉભય અને શ્રીમતા ક્વી રીતે સાહાયકર્તા થઇ શકે અને તે માટે પ્રજાએ કેવા ગુણા ખીલવવા જોઇએ એ સધળું સબળ રીતે દર્શાવ્યું છે. એ વિષયમાં રસ લેનારે અને સ્વદેશી કારીગીરીના અભ્યાસીએ એ સમયની વસ્તુસ્થિતિને ખ્યાલ આવવા એ પુસ્તક ખસૂસ જોવું જોઇએ.
સુરત માંડવીનું દેશી રાજ્ય ” એ એક ઐતિહાસિક પુસ્તક છે. તે એજ ગામના તલાટી રેહેમાનખાં કાલેખાં પઠાણુ અને મહેતાજી વજેરામ પ્રાણશંકર ઉપાધ્યાય એ બંનેએ મળીને રચ્યું હતું. ઈંગ્રેજ અમલ ગુજરાતમાં સ્થાપિત થયા પહેલાં માંડવીમાં દેશી રાજ્ય હતું; અને માંડવીમાં હુલ્લડ થયલું તે સુરતના પારસી બિરાદરોએ જઇને સમાવેલું, જેમાં એક ભાઇને પ્રાણ ગયા હતા. માંડવીને લગતી જાણવા જેવી અને મહત્વની સઘળી હકીકત એમાં સંગ્રહવામાં આવી છે; અને વળી વધારે ખુશી થવા જેવું એ છે કે, એ ભાગમાં લેખા, શિલાલેખા, સિક્કા વગેરે જે મળી આવ્યા તે સઘળા એમાં આપ્યા છે. વધુમાં લોકોના રીતરિવાજ અને તેમને વૃત્તાંત વગેરે આપવાનું પણુ લેખકો વિસર્યો નથી. ઇતિહાસના અભ્યાસીઓને એ પુરતક જરૂર રુચશે. અને જે વખતે એ લખાયું તે ધ્યાનમાં લેતાં, લેખકોનું કા ખરેખર સ્તુતિપાત્ર છે, એમ વિના સાચે કહેવું પડશે.
r
દુકાળ વિષે નિબંધો લખાઈ આવેલા તેમાં એદલજી જમશેદજી ખેરીને નિબંધ પસાર થયલા. પિરણામ જાહેર થયું ત્યારે તેના લેખક ઇંગ્લાંડ બારિસ્ટરના અભ્યાસ કરવા સારૂ ગયા હતા. સદરહુ નિબંધમાં ગુજરાતમાં પડેલા દુકાળાની હકીકત ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતામાં પડેલા દુકાળાની હકીકત પણ આપી છે અને છેલ્લાં પ્રકરણમાં દુકાળ નિવારણ માટે કેવા ઈલાજ ગ્રહણ કરવા જોઇએ તે દર્શાવ્યું છે. એ હરિફાઇ નિબંધ લખાઇ આવેલા તેમાં ખીજે નંબરે કવિ જેસંગ ત્રીકમદાસને નિબંધ આવ્યા હતા. તે નિબંધ લેખકે પ્રસિદ્ધ કરેલા અને ઉત્તેજન દાખલ સાસાઇટીએ તેની પ્રતો ખરીદ કરી હતી. કવિ જેસંગના નિબંધમાં ગુજરાતને વૃત્તાંત મુખ્યત્વે આપે છે; પણ તે પહેલા પુસ્તકની પૂર્તિરૂપ છે. એ બંને નિધા એક સાથે વાંચવાથી ગુજરાતમાં દુકાળ વિષે સારી માહિતી મળી રહેશે.
યુલાખીદાસ ગંગાદાસ દેસાઇ જાતે બ્રહ્મક્ષત્રિય, મૂળ વતની ભરૂચના પણ લાંબા સમયથી એમનું કુટુંબ અમદાવાદમાં આવી રહ્યું છે. તે કચ્છ † જીએ- અરદેશર કાઢવાળનું ચિત્ર, વાડીઆ રચિત.