________________
'
રોહરો સજજન નિદ્રાવશે નહીં, થાવું પ્રતી વિશ લેશ; સતિમાં ધર્યા વિના, શું મેં દિવસે કિધું હએસ. -૧ લક્ષ વિષે લેવાં કી, કૃત્ય દીન જાર કયાં ક્યાં સ્થાનક વિશે, વિચર્યો છું કરી પ્યાર. - ૨ શું જોયું શું સાંભળ્યું, જઈ કરી તે કાર; શું તેમાંથી હું શિખ્યા, વસ્તુ સાર અસાર. શું મેં અધિક ગ્રહણ કર્યું, ત્યાંથિ સુખદ સદાન; શું મેં કમ ઉચિત કર્યું, કીધું દીનને દાન.. . શું મેં વધુ શોધી છે, નહીં શોધવા જેગ; શું બાકી રાખી ફરજ, અદા કરવી વિણ છે. ' શું હું ભટકી ભૂલમાં, કરી અલગ શુભ પંથ પહયે નવી મૂર્ખાઈમાં દુનિયાને સંગ. ૬ એ રીતે જે મન શું, કશીશ નિત્ય વિચાર સદગુણ, ઈશ્વર તણું મણી, ઓળખ થાશે ચાર.”: ૭
પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા શા ઉપાય યોજવા જોઈએ” એ નિબંધ સારત્ની સરકારી ગુજરાતી નિશાળના મહેતાજી ભવાનીશંકર રામેશ્વર જોશીએ લખ્યો હતો. સન ૧૮૭૦ થી ૧૮૮૦ ના દશકામાં આપણે અહિં સ્વદેશી વસ્તુઓ અને કારીગીરીના પ્રચાર અને ઉત્તેજનાથે સારી ચળવળ થઈ રહી હતી. સ્વર્ગસ્થ કાંટાવાળાએ રાજકેટમાં હિન્દી હુન્નરેદ્યોગનું એક પ્રદર્શન ભર્યું હતું, કળા કૌશલ્ય નામનું એક ચોપાનિયું કાઢવાને એમણે જાહેરાત આપી હતી; તેમ સોસાઈટીએ સ્વદેશી કારીગરી વિષે પુસ્તક લખી આપવાનું તેમને સોંપ્યું હતું. કચ૭ દરબાર તરફથી હિંદી ઉદ્યોગ અને ધંધાની વર્તમાન સ્થિતિ વિષે નિબંધ મંગાવાયો હત; અને કાગળનાં પરબીડી, લાંબા તારને કપાસ ઉગાડવા ઠંડુ દિવેલ તૈયાર કરવા, સાબુ બનાવવા વગેરે નેહાના હુન્નરે અસ્તિત્વમાં આણવા કોશિષ ચાલુ હતી. વળી ગોપાળરાવ હરિ દેશમુખનું સ્મારક ઉભું કરવામાં આવ્યું હતું તેને હેતું દેશી કારીગરીને ઉત્તેજન આપવા માટે રાખ્યો હતો. પ્રસ્તુત પુસ્તક એજ ફંડમાંથી લખાવવામાં આવ્યું હતું. લેખકે આખેય વિષય સળંગ વિચારી તેમ તત્કાલીન પરિસ્થિતિનું નિરુપણુ સિત્સંગ વિષે નિબંધ-રૂ. ૪૭.