________________
રાજ્યમાં ન્યાય ખાતામાં ન્યાયાધિશના પદે હતા. એ સમયે જુદા જુદા વિષય પર નિબંધ અને ગ્રંથ રચાવવાને કચ્છ દરબાર તરફથી સાઈટીને ઈનામની રકમ મળતી; અને હર્બર્ટ સ્પેન્સરના કેવળણ (education) એ. વિષયને તરજુમો કરાવવાનું નક્કી થતાં તે કામ બુલાખીદાસને સેંપવાને નિર્ણય થયે હતે. મિલ, ડાર્વિન, હર્બર્ટ સ્પેન્સર, હસ્ફી, બર્ક અને મોલે એ લેખના ગ્રંથે એ યુગમાં પુષ્કળ વંચાતા અને ઈંગ્રેજી શિક્ષિત વર્ગને તે પુસ્તક પર અજબ મેહિની રહેતી. “કેળવણું” પુસ્તક જેમ ઉંચી કેટિનું હતું તેમ તેનો અનુવાદ પણ એટલો સરસ થયો હતો અને તેના પરિણામે અત્યાર સુધીમાં તેની ચાર આવૃત્તિઓ થવા પામી છે. ત્રીજે વર્ષે લેખકનું અવસાન થયું. એમના બંધુ સ્વર્ગસ્થ ડે. મણિલાલ દેસાઈની પેઠે તેઓ પણ સોસાયટીને કામમાં સારે રસ લેતાં હતા.
“જસમા ઓડણ” ની ગરબીના લેખક બાપાલાલ ભાઈશંકર ભટ્ટની પિછાન ગુજરાતી જનતાને કરાવવાની જરૂર નથી. એમનું “સુબોધ ગરબાવલી” નું પુસ્તક લાંબી મુદત સુધી કન્યાશાળાઓમાં પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું. તેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનમાં શિક્ષક હતા. અમદાવાદના વતની અને જ્ઞાતે રાયકવાળ બ્રાહ્મણ હતા. એમણે ખેતીવાડીના સુધારા વિષે નિબંધ હરિફાઇમાં લખી મોકલ્યો હતો અને તે ઇનામપાત્ર જણાય હતે. આપણો દેશ ખેતી પ્રધાન છે, અને એમાં નિરુપણુ કરેલા વિચારો આજે પણ ઉપયોગી અને વિચારણીય થઈ પડશે.
- “ઉઘોગથી થતા લાભ અને આલસ્યથી થતી હાનિ' એ નામને નિબંધ શ્રીયુત નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવીએ સત્તર વર્ષની વયે લખેલ અને હરિફાઈમાં લખાઈ આવેલા નિબંધમાં તે ઉત્તમ અને ઇનામપાત્ર જણાય; તેમ તે છપાવવાની પરવાનગી સોસાઇટીએ એ લેખકને આપી હતી.
એ જાતે લેઉઆ પાટીદાર અને અમદાવાદના વતની છે. એમના પિતાને એ મેંધા મૂલ્યના પુત્ર હતા. પાંચમી પત્નીએ એમને તે પ્રાપ્ત થયેલા અને તે એક યોગી પુરુષના વરદાનથી. તેઓ કોલેજ સુધી પહોંચેલા પણ કટુબિંક ખટરાગને લઈને તેમને ઈડર રાજ્યમાં કરી લેવી પડી હતી. અહિં તેમણે “ટેલિગેસના પરાક્રમ” એ નામના ઈગ્રેજી પુસ્તકને તરજુમો કર્યો હતો અને તે એક વાંચવા યેય પુસ્તક છે. નોકરીમાંથી છૂટા થયા. પછી એમણે સિરોહી રાજ્યમાં ખાંડનું કારખાનું કાઢયું હતું; પણ પુરતી સહાયતા અને આશ્રય નહિ મળવાથી એમને તે કારખાનું નુકશાન ખમી