________________
૨૮૮,
આગળ ચાલતાં, દેશી ભાષાની હાલની સ્થિતિ શાથી કંગાલ છે એ. વિષે દિ. બ. અંબાલાલભાઈએ ઉંડા મર્મગ્રાહી વિચારો દર્શાવ્યા, અને આને અંગે–
મૂળ ગ્રંથા કેમ થતા નથી? '' એ વિષે એમણે જે કારણ નિરૂપણ કર્યું તે ભાગ તે એમની ભાષા અને વિચારના નમૂના તરીકે ગુજરાતી ભાષાના સાહિત્યમાં ચિરકાળ ટકશે.
જ્ઞાનની બાબતમાં આપણી સ્થિતિ આપણે વેપારની સ્થિતિના જેવી જ માત્ર “દુકાનદારી” ની છે એમ ખેદ દર્શાવીને દિવાન બહાદુર કહે છે કે –
“ભા ને સાહિત્ય તે લેક સમસ્તની વાણી છે; વિચારો, તરંગ અને લાગણીઓ પ્રમાણે શબ્દને રૂ૫ મળે છે. જેવી લાગણી તેવી છાપ, આવે છે. તથા મનની દૃષ્ટિ પ્રમાણે વિષય વિસ્તૃત થાય છે. રૂપિયાના રણકારની પેઠે ખરી લાગણીના વિચાર ખરા આવે છે. સત્યની ભૂમિમાં સાહિત્ય પૂર્ણ પાકે છે. સ્વતંત્રતાને તેને વાયુ મળવું જોઈએ, અઘટિત અંકુશની છાયાથી તેને દૂર રાખવું જોઈએ. દેશની ઉન્નતિની જોડે સાહિત્યની ઉન્નતિનો સંબંધ છે. રાજકીય, સાંસારિક, ઔદ્યોગિક તથા શિક્ષણ વગેરેની સ્થિતિ સુધરે તેની જોડે સાહિત્યમાં પણ સુધારો થાય.” - મૂળ ગ્રન્થના અભાવ માટે દિ. બ. અંબાલાલભાઈએ બતાવેલા ખેદમાં અમે પણ ભાગ લઈએ છીએ; પણ અમને લાગે છે કે દેશની આર્થિક ઉન્નતિના ક્રમમાં “દુકાનદારી' એ એક આવશ્યક પગથીઉં છે. અને તેજ રીતે સાહિત્યની ઉન્નતિ માટે પણ ભાષાન્તરોની જરૂર છે.
અમને તે હજુ આ દિશામાં એટલું બધું કર્તવ્ય નજરે પડે છે કે એ કર્યા વિના મૂળ ગ્રન્થની વાત કરવી તે ભવિષ્યના કાલ્પનિક તેજથી રહી વર્તમાનનું સાચું પગલું ચૂકવા જેવું છે. હજી ગુજરાત વર્નાકયુલર સસાઈટએ જગત ના મહાન કવિઓ, નવલકથાકાર, તત્ર, વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રવાસીઓ વગેરેના પ્રત્યેનું ગુજરાતી વાંચકને શું ભાન કરાવ્યું છે ? એણે આજ સુધી પદ્ધતિસર એકપણ ભાષાન્તરમાળા કયાં રચી છે? ભાષાન્તરનું કામ સાહિત્યની ઉન્નતિ અર્થે તમને નજીવું લાગતું હોય તે લેટિન ગ્રીક ઈટાલિયન વગેરે ભાષાના અભ્યાસે ઈગ્લાંડના સાહિત્યને કેટલો ઉપકાર કર્યો છે, હૈક અને શેકસપિયરના તરજુમાથી કાન્સ અને જર્મની કેવાં નવાં થયાં છે, ઈત્યાદિ વિચાર પ્લેટ બ્રધર્સને પરદેશી સાંચાને