________________
૨ઉં વધારાને માટે બુદ્ધિપ્રકાશ શરૂ કર્યું. પ્રથમ વિશ વર્ષ આ પ્રમાણે ક્રમ ચાલ્યા
તે પછી યુનિવર્સિટિની કેળવણીને ફેલાવે થતાં અંગ્રેજીનાં ભાષાંતરે માટે પ્રયત્ન થવા લાગ્યો અને હાલ હજુ તે દિશા ચાલે છે. મરાઠી, બંગાળી અને સંસ્કૃતમાંથી પણ ભાષાંતર થયાં છે. હુન્નરકળા માટે પણ પુસ્તક થવા લાગ્યાં છે. આ પ્રમાણે વખત પ્રમાણે કામ થતું ચાલ્યું છે.”
ઈત્યાદિ કહીને સંસાઈટિએ કરેલા કામ માટે સતેજ જાહેર કર્યો. એમના જ ગંભીર શબ્દો અત્રે ઉતારીએ તો–
“ આ લાંબા વખતમાં કરવાનાં કામે રહી ગયાં હશે અથવા વહેલાં કરવાનાં કામે મેડાં પણ થયાં હશે; પણ મંડળીના કામની તુલને તેની પરિસ્થિતિ ઉપરથી કરવી જોઈએ. પતે એ સ્થિતિમાં આવીને તેને તોલ કરવો જોઈએ. તે પ્રમાણે મિત્ર દૃષ્ટિથી તુલના કરતાં અપૂર્ણતાઓ રહેવા છતાં પણ કહેવું જોઈએ કે સોસાઈટિનું કામ અસંતોષકારક નથી.”
શાન્તિથી વિચાર કરી લેતાં દિ. બહાદુરના ઉપલા અભિપ્રાય સાથે મળ્યા વિના ચાલે તેમ નથી. ઘણી વાર એમ પૂછવામાં આવે છે કે ગુજરાતના ગદ્ય અને પદ્યને ઉત્તમ ભોગ સેસાઈટિની બહાર જ રચાય છે એ શું ? અમને આ આક્ષેપમાં જે આશ્ચર્ય સમાએલું છે તે બિલકુલ અસર કરતું નથી; અમારી સમજણ તે એવી છે કે જગતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અસાધારણ જનો માટે હોતી જ નથી; જેમ ધર્મના વિષયમાં સન્ત તે વર્ણશ્રમ વ્યવસ્થાની બહાર જ વિકસે છે, તેને નિબંધ કે ઈનામી કવિતા લખીને કાલેંઈલ કે મેલિ, નર્મદ કે મણિલાલ જેવા ગદ્ય લેખક થવાતું નથી. અને જે ગદ્યને લાગુ પડે છે તેજ સવિશેષ રીતે પદ્યને પણ લાગુ પડે છે. ગુ. વ. સોસાઈટ જેવી સંસ્થાનું કર્તવ્ય તે વિવિધ માર્ગે સ્વયં ઉપજેલી અને પરિણામે વિજયવંતી નીવડેલી પ્રવૃત્તિઓને સુપ્રતિષ્ઠિત કરવાનું છેદ્રવ્યની મદદથી એનું કામ વિકાને ઉત્પન્ન કરવાનું નથી, પણ સિદ્ધ વિદ્વાનોને પુરસદ સાધી આપીને નવી શોધખોળ કરવામાં તેઓને ઉપયોગ કરવાનું છે; અને આપણા દેશની ખાસ સ્થિતિ વિચારતાં એની એક વિશેષ ફરજ એ છે કે સસ્તાં, સરળ, અને મને હર પુસ્તક પ્રસિદ્ધ કરીને સર્વત્ર સાહિત્ય અને કેળવણીનો પ્રચાર કરે અને એ રીતે આપણું શુતુલ્ય બધુજનેને મનુષ્ય બનાવવાં.