________________
૨૮૬
સંસાઈટિએ મેષ રચવાનું કામ કેમ ન કર્યું તેને ખુલાસો થશે. બીજી ગુજરાતી ભાષાની સ્થિતિ અન્ય પ્રાન્તની ભાષાઓ કરતાં જુદી તરેહની છે
અને તેથી એના વિકાસમાં કેટલીક અડચણો નડે છે. દાખલા તરીકે, હિન્દુ પારસી ખેજા વગેરે વિવિધ કેમનાં માણસો એને ઉપયોગ કરતા હોઈ એના ઘણાક પ્રશ્નનું સર્વમાન્ય સમાધાન કરવું કઠણ પડે છે. “હિન્દુ સંસ્કૃત શબ્દોનું ભરણું કરવા માગે છે, પર્શિયન શીખેલા પર્શિયન શબ્દોનું ભરણું કરવા માગે છે વગેરે. છેવટે, પોતાનો મત જણાવી કહ્યું કે “રાજ્ય, વિચાર, રીતભાત એ બધા ઉપર આધાર રાખીને ભાષા બંધાય છે. મારા વિચાર પ્રમાણે ભાષાનું બંધારણ જન સમૂહના ખપમાં આવે તેવું થવું જોઇએ. જોડણી માટે પણ તેમ થવું જોઈએ.”
સોસાઈટિ સામે જે ત્રણ ચાર મોટા આક્ષેપ કરવામાં આવે છે કે તેણે આજ પર્યન્ત એક પણ કોષ બહાર પાડે નથી, જેડર્ણ સંબંધી સર્વમાન્ય નિયમ ઘડ્યા નથી, તળપદી' શૈલીને જ ઉત્તેજન આપ્યાં કરીને ભાષાને સંસ્કારવતી બનાવી નથી, એનો રા. રા. લાલશંકરભાઈએ ઉપરના શબ્દોમાં બેશક એક વિચારવા લાયક ઉત્તર વાળ્યું છે. વળી, તેઓ સંસાઈટિની નાણાં સંબધી સ્થિતિ વિષે માત્ર આંકડા આપીને જ આત્મ સ્તુતિથી દૂર રહ્યા છે; પરંતુ ભવિષ્યમાં સોસાઇટિ સાહિત્ય સેવાના -નવા માર્ગો ઉઘાડશે તે તેમાં પણ રા. રા. લાલશંકરે સંપાદન કરેલી ઉત્તમ આર્થિક સ્થિતિ સાધનભૂત થશે એ વાત ભૂલવા જેવી નથી.
પ્રમુખ તરીકે દિ. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ભાષણ આપ્યું. એ દેશહિતૈષી વિદ્વાનનાં ભાષણે હરઈ શ્રોતા જિજ્ઞાસા અને માનપૂર્વક સાંભળે છે, અને સાંભળી વિચારવંત થઈ ઘેર જાય છે. ભાષાના અલંકારની એ વિદ્વાને કદી દરકાર રાખી નથી; પણ સર્વ અલંકારને અલંકાર-દ આત્મ નિશ્ચય–તે એમની વાણીને સમર્થ બનાવે છે, અને પ્રત્યેક વાક્ય પાછળ દીર્ઘ અનુભવ અને ગંભીર મનન રહેલાં છે, એમ પગલે પગલે પ્રતીતિ થાય છે. સંસાઈટિની શરૂઆત શી રીતે થઈ ઈત્યાદિ જણાવીને, એના કામની તુલના કરવાની બાબતમાં એમણે એક ઉત્તમ–ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ રજુ કર્યું. તેમણે જણાવ્યું કે
જૂદા જૂદા કાળ પ્રમાણે સાઈટિને ઉપયોગ થતે ચાલ્યો છે. પ્રથમ કાળ અજ્ઞાન અને વહેમેને દૂર કરી જ્ઞાનને ફેલાવો કરવાનું હતું અને તેથી તે વખતે ભૂત જાદુ વગેરેને લગતાં પુસ્તક પ્રકટ થયાં અને