________________
૨૮૯
ઉપયોગ કરીને કાપડ વણતાં આપણે શરમાતા નથી, બલ્ક કાપડ વણવાની પાશ્ચાત્ય પદ્ધતિનું અનુકરણ કરવામાં “સ્વદેશી' ને વિજય માનીએ છીએ, તે સાહિત્યના વિષયમાં એજ પ્રમાણે હજી કેટલોક વખત અનુકરણ કરવું પડે તે એમાં શું ખોટું છે ?
છેવટે પ્રમુખશ્રીએ સમસ્ત હિન્દુસ્થાનની એક ભાષા કદી પણ થઈ શકે એ આશા સ્વપ્ન તુલ્ય જણાવીને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ભવિષ્યમાં શું શું કર્તવ્ય છે તે વિષે કેટલીક સૂચનાઓ કરી. ' (૧) ઊંચી કેળવણુ અને સર્વ જાતનું જ્ઞાન દેશી ભાષામાં મળે તેમ ન થવું જોઈએ. (૨) જનસમાજમાંના સર્વને સામાન્ય જ્ઞાન મળવું જોઈએ, સંસ્કાર વગ
રનું એકપણ મનુષ્ય ન રહેવું જોઈએ. . (૩) સ્ત્રી કેળવણે સ્ત્રીઓની સ્થિતિને અનુસાર આપવાની જરૂર છે. હાલની
કેળવણું છીછરી મળે છે. અંગ્રેજીની જરૂર નથી. અવકાશ હોય તે
ભલે તેને ઉપયોગ કરે. (૪) સાહિત્યનો અર્થ નાટક કે કવિતાજ નથી. માણસના સર્વ જાતના
લિખિત વિચારે તેમાં સમાવેશ થાય છે. સાહિત્યના પ્રવાહને દેશ
'કલ્યાણના રસ્તે વાળવાની હવે જરૂર છે. . . . (૫) ગુજરાતી ભાષાના સર્વ પુસ્તકોનો સંગ્રહ આ સાઈટિમાં થ જોઈએ. (૬) ગુજરાતી જૂનું સાહિત્ય ઉધઈ ખાય છે તે હસ્તગત કરવામાં ઢીલ
થાય તેટલી ગુજરાતી સાહિત્યને હાનિ છે. ગુજરાતી જૂના શિક્કા, તામ્રપત્રો વગેરેનો પણ સંગ્રહ થવો જોઈએ. .
ઉપલી સૂચનાઓ પિકી છેલ્લી બે તે સર્વમાન્ય છે અને તે ગુજરાત વર્નાકયુલર સેસાઈટિ માથે લઈ શકે એમ છે એટલું જ નહિ પણ એ સંસ્થાનુંજ એ પરમ કર્તવ્ય છે, અને ભવિષ્યમાં એ તરફ વિશેષ લક્ષ. અપાશે એમ સંપૂર્ણ આશા રહે છે. દિવાન બહાદુરે દર્શાવેલી સાહિત્યના સ્વરૂપની વિશાળતા પણ હવે સર્વત્ર સ્વીકારાય છે; અને યદ્યપિ તે કરતાં પણ એને વિશેષ વિશાળ માનીને મનુષ્યનું મનુષ્યત્વ વધારે છુટ અને ઉન્નત કરવાને સાહિત્યને ઉદ્દેશ છે એમ કહીએ તે પણ ગુજરાત વર્નાકયુલર સોસાઈટિ જેવી સંસ્થા તે દેશ કલ્યાણ કરતાં વધારે ઉંચે અને વ્યવહાર સાધ્ય ઉદ્દેશ ભાગ્યેજ રાખી શકે એ ખુલ્લું છે. તથાપિ આ