________________
૨૪૦ સાહિત્યની વૃદ્ધિ થવાને પૂર્ણ જોગ છે, માટે એવી સહાનુભૂતિમાં આવા મંડળને સ્વાર્થ રહે છે. એવી રીતે સહાનુભૂતિની દૃષ્ટિએ જોતાં પ્રથમ સવાલ એ થાય છે કે, આ તથા બીજાં આવાં મંડળોએ પિતાને શ્રમ હવે બંધ કરવો કે જારી રાખવો? આ પ્રશ્ન કેટલાકને હસવા જેવું લાગશે; પણ તે તે નથી. હાલ કેટલાક એવું માને છે કે દેશનું ઐક્ય વધારવાના અર્થે એકજ ભાષા કરવી જોઈએ. હવે જે એકજ ભાષા થાય તે કાં તે અંગ્રેજી થાય કે હીંદી થાય, પણ ગુજરાતીને કંઈ આશા નથી. કદાપિ એમ કહેવામાં આવશે કે આપણે તે કરીએ છીએ તે કર્યા કરે, પછી જે થાય તે ખરું પણ આવું મન રાખવું ઘટારત નથી. જે એ વાત નક્કી જ હેય કે આ ભાષા રહેવાની જ નથી તે પછી વ્યર્થ કાળ ને શ્રમ શું કામ ખરચવું? હવે મારી જાતને નમ્ર વિચાર આપના આગળ આ સંબંધમાં મૂકુ છું. હિંદુસ્તાનનું ઐક્ય થાય એ મારા મનને ઊંડે મરથ છે તેમ, બીજાને પણ હશેજ. પણ એ ઐક્ય સામ્રાજ્યના સ્વરૂપનું (federal union) થવું જોઈએ, ને તેવુંજ થવું ઈષ્ટ છે, ને તેવું જ થવું શક્ય છે એમ હું ધારું છું. બધે દેશ સર્વ રીતે એક થાય એમ સિકા કે બે સૈકામાં બને એમ હું ધારતું નથી. જે ઐક્ય થશે તે સામ્રાજ્ય સ્વરૂપનું થશે, એટલે બંગાળ, હિંદુસ્તાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તૈલંગ વગેરે જુદા જુદા ખંડ એકસંપથી જોડાશે. આવી સ્થિતિ થાય તે દરેક મુખ્ય ભાષા ને તેનું સાહિત્ય અવિકલ રહેશે. એ વાત ખરી છે કે જેમ જેમ સંપ ને એકતા વધશે તેમ તેમ દેશની બધી ભાષાઓ પાસે પાસે આવતી જશે. પ્રત્યેક ભાગના જે લેક છે, તેમના ગુણ લક્ષણ ધીમે ધીમે મળતા થશે. પણ લાંબામાં લાંબી નજર કરતાં પણ ગુજરાતી, પંજાબી, દક્ષણી,બંગાળી, હિંદુસ્તાની, તૈલંગી એ બધા સર્વ રીતે એક થાય એ કાળ જે આવવાને હશે તે તે ઘણે દૂર છે એમ હું માનું છું. હાલ અમેરીકામાં તથા દક્ષિણ આફ્રિકામાં જુદી જુદી ભાષાવાળી પ્રજાએ ભેગી રહે છે તેમ અત્રે બનવું વધારે સંભવિત છે.
આ રીતે હાલના પ્રયાસ બંધ રાખવા કે ધીમા પાડવાનું કંઈ કારણ મારી નજરમાં આવતું મથી, માટે તેની વૃદ્ધિના ઉપાય આપણે બને તેટલા ને ઉત્તરોત્તર વધતા વધતા લેવા જોઈએ. આ ઉપાયમાં સૌથી પહેલો ઉપાય એ છે કે ઉંચી કેળવણીને સર્વ જાતનું જ્ઞાન આપણી ભાષામાં ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં મળે તેવા ઈલેજ આપણે જવા જોઈએ.