SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ voyage and discovery સરા ને શેાધાના જે અર્થાત ગ્રન્થા બીજા દેશોમાં નિરતર રચાય છે તેની શી રીતે અત્રે આશા રાખી શકાય? સારાંશ એટલા છે કે ભાષા ને સાહિત્ય એ લોક સમસ્તની વાણી છે. માણસના મનમાં જે જે વિવિધ વિચારે, ખ્યાલે, તુર ંગા, ઉભરા મિ એ, ઉમળકાએ, દાઝે, લાગણીઓ ને ભાવનાએ નિરંતર ચઢ ઉતર કર્યાં કરે છે, તેને શબ્દને વેશ આપી માણુસ જગત આગળ ધરે છે. જો અંતરની લાગણી ઉડી ને બળવાન હેાય છે તેા તેના ઉદ્ગાર પણ ગંભીર ને જુસ્સાદાર નીકળે છે. જો તે લાગણી છાછરી ને બીન કાઅતવાન હોય છે તે મુખના શબ્દ પણ ધીમેા ને નબળા નીકળે છે. અંતરના મનની તે બુદ્ધિની દૃષ્ટિ જો બહેાળી ને ઉચ્ચ હાય છે તે તેને વિષય પણ વ્યાપક ને વિસ્તૃત હોય છે. જો મન ખાયલું, રાંક, ખાયલું, કાયર, બીકણ, ને કંટાળેલું હોય છે, તે તે મૂગું બની જાય છે. વળી ખરા રૂપિઆને રણકો જેમ ખરેા થાય છે, તેમ ખરી લાગણીની ધ્વનિ પુણ્ આરજ થાય છે. ખરી લાગણી ને ખરા વિચાર, તથા વિપુલ તે અખાત અવકાશ એવી ભૂમિમાંજ સાહિત્ય રૂપી છેડવાના પોષક ક્યારા છે, તે સ્વતંત્રતા રૂપી શુદ્ધ વાયુના આવરણમાં તે વહેલા ઉઠરે છે. અટિત અંકુશની છાયામાં તે કરમાઈ, ચિભડાઈ અથવા હિંગરાઇ જાય છે. સાહિત્યના ખરા ઉદ્ભવ દેશના સર્વ જનાના કાયિક, માનસિઢ, આત્મિક ભવ જોડે સંકળાએલા છે, અને આ ઉદ્ભવેા રાજકીય, સંસારી, ઔદ્યોગિક, અને શિક્ષણ પ્રસારના સુધારા ઉપર આધાર રાખે છે. સાહિત્યના સુધારાનાં આ ઉંડાં કારણા ઉપર લક્ષ ખેંચવાનો હેતુ એ છે કે કારણુની પ્રશુલ્લતા વગર કાર્યની આશા રાખવી અટિત છે એ સિદ્ધાંતનું સ્મરણ થાય. આ પ્રમાણે આજ લગી કરેલાં કાના સબંધમાં મે મારા વિચાર આપની આગળ મૂક્યા છે. પણ મેાટે! પ્રશ્ન હાલ એ છે કે હવે પછી આ મંડળના કાર્યની ગતિ વધારે લાભકારક થવાને બધી સ્થિતિ વિચારમાં લેઇને શા ઉપાય રચવા ? શાં પગલાં ભરવાં તે છીયે રસ્તે ચાલવું ? આ વિષે મારે પ્રથમ કંઇક કહેવાનું છે તે ઉપર દર્શાવેલા વિચારથી આપના કળ્યામાં આવ્યું હશે. તે એ છે કે દેશના બધી જાતના ઉત્કના સમારંભ જોડે. આ મંડળની પૂર્ણ સહાનુભૂતિ જોઇએ. એ બધા સમાર ંભથી
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy