________________
- ૩૮
છે. તેવું સામાન્ય લોક તરફનું હાલ ઉત્તેજન નથી. એવા ગ્રન્થ ગુજરાતી ભાષામાં લખવામાં આબરૂ ને કીર્તિ પણ ડીજ મળે છે. એટલે કીર્તિ રૂપી બદલાથી મહાન ગ્રન્થ રચાય છે તેવી પ્રેરણા પણ નથી. સૌથી મેટું કારણ એ જણાય છે, કે વધારે વિદ્વાન ને વધારે સંસ્કારવાળા પુરૂષોને ગુજરાતી છુટથી લખવાની ટેવ હોતી નથી, વળી બધું ઉંચું જ્ઞાન અંગ્રેજી દ્વારા મળે છે તેથી નવીન ઉત્પાદનશક્તિ દબાઈ જાય છે. નવીન ગ્રન્થરચના શક્તિને આવી ભારે અડચણ નડે છે તેમ છતાં કેટલાંક સારાં નાટક નવલકથાઓ છેલ્લી પચીશીમાં રચાયાં છે તે સંતિષનું કારણ છે.
ખરું જોઈએ તે સંસારના કોઈ પણ પ્રયાસમાં આપણે હજુ નવીન ગ્રન્થ રચવાની દશામાં આવ્યા નથી. વ્યાપારમાં આપણી શી અવસ્થા છે? એટલે મે અને ઘણું નફાને વેપાર એટલે પરદેશીના હાથમાં છે ને આપણુ ઘણુ ખરા વેપારી દલાલી કે વચગાળાની દુકાનદારી કરનારી છે. પારકે ભાલ પરદેશી લાવે તે વચગાળે ઉભા રહી વેચી ખપાવવાને આપણા વેપારી જેમ ઉદ્યમ કરે છે તેમ વિદ્યા ને જ્ઞાનમાં પણ પરદેશના ભંડારમાંથી થોડું થોડું લાવી દેશમાં પ્રસરાવીએ એજ આપણી વિદ્યાવૃદ્ધિની હાલ સ્થિતિ છે. વિદ્યાખાતામાં પરદેશના ગુરૂઓ આવી ત્યાંનું જ્ઞાન આપે છે, તે ભણુને હાશિઆર થએલા આપણા ભાઈઓ કાં તો તિ જ્ઞાન ને ભાષાંતર સન્થના રૂપમાં લાવે છે, અથવા તે ટ્રેનિંગ કૉલેજ કે હાઇસ્કૂલોમાં મધ્યસ્થ રહીને તે વિદ્યા ને જ્ઞાનને દેશમાં વેરે છે. રાજ્યકારભારમાં, રેલવેઓમાં, મોટી બેન્કોમાં પણ આને મળતી દિશા છે. આ ઠેકાણે આ વિષયમાં ઉતરવાને પ્રસંગ એટલેજ છે, કે જ્ઞાનની નાની દુકાનદારી જે હાલ ચાલે છે તેવી મધ્યસ્થ સ્થિતિ હાલ સર્વત્ર છે. કદાચને - ઘણા પ્રયાસથી સાહિત્યમાં કેટલેક અંશે ઉચ્ચ પદવી મળી શકે, પણ હાલની સ્થિતિ એકંદર દેશની હાલતનું પ્રતિબિંબ છે. બધી હાલત ફરે ત્યારે જ આ સંબંધે આપણી આશા પુરેપુરી ફળીભૂત થાય. A આપણું સંસારી સ્થિતિ પણ આપણું સાહિત્યની હલકી દિશા માટે જવાબદાર છે. જ્યાં માણસ માણસથી જુદા જુદા અનેક ભેદથી અળગે રહે, ત્યાં સર્વની એક વાણું ક્યાંથી નીકળે ? જ્યાં પ્રવાસ કરવાને તિરસ્કાર હોય એટલું જ નહિ, પણ તે કરનારને ભારે શાસન કરવામાં આવે, ત્યાં જ સારૂ પ્રવાસ થેડા જ કરે, ને પ્રવાસી જન સિવાય