________________
આ સંબંધે આપણી હાલની સ્થિતિ ઘણું અલૌકિક એટલે અસ્વાભાવિક છે. જગતના કેઈ પણ સ્વતંત્ર દેશમાં ઉંચી કેળવણી પરભાષાદ્વારા અપાતી હોય એમ મારા જાણવામાં નથી. જાપાને પશ્ચિમના દેશનું બધું જ્ઞાન પિતાની ભાષાદ્વારા આપવાનેજ માર્ગ લીધો ત્યારે જ તેની ઉન્નતિ થઈ છે. જ્યાં લગી ઉંચી કેળવણું અંગ્રેજી ભાષાદ્વારા આપવાની રીત રહેશે ત્યાં લગી ઉંચા સાહિત્યની બહુ આશા રાખવી ફેકટ છે. અંગ્રેજી વિદ્યા કે ભાષા ઉપર મારે જરા પણ અણગમે નથી, ને કઈ સમજુ માણસને હેય નહીં. જેને જગતની વિદ્યાની પ્રગતી જોડે સંબંધ રાખ હેય તેણે ભાષા ભણવી અવશ્ય છે, પણ આ માટે અંગ્રેજી ભાષા માત્ર બીજી ભાષા તરીકે નિશાળ ને વિદ્યાલયોમાં શીખવવી જોઈએ. હાલ દશદશ બારબાર વરસ તે ભાષાનું જ્ઞાન મેળવવામાં જાય છે ને તેમાં શિખવાતા વિષય ઘણા કાચા ભણાય છે, તે બધું ઘણું નુકશાનકારક છે. આપણામાંના છેડા સારા કેળવાએલા પુરૂષએ અંગ્રેજી ભણવું જોઈએ, તે એવી મતલબથી ભણવું જોઈએ કે તે દ્વારા પશ્ચિમનું જ્ઞાન મળે. હાલ એ ભાષાની ઝીણી ઝીણી બારીકીઓ, સમજવામાં જે કાળ જાય છે તે જનસમાજની દૃષ્ટિથી જોતાં નકામે જાય છે. બધું જ્ઞાન આપણ સ્વભાષામાં મળવું જોઈએ ને અંગ્રેજી માત્ર બીજી ભાષા તરીકે ભણવી જોઈએ. આમ થયા વગર આપણા સાહિત્યનો ઘણે ઉદય થવાને જેગ દીસતે નથી. હું જાણું છું કે આ વિચાર અમલમાં લાવવાની ઘણી મુશ્કેલીઓ છે. હાલ બધી આબરૂ અંગ્રેજી સારા જ્ઞાન જોડે વળગેલી છે. સરકારના સંબંધમાં બધા લાભ તેમાં રહ્યા છે, વળી થોડું અંગ્રેજી જ્ઞાન પણ વ્યવહારમાં ખપમાં આવે છે. આ તથા બીજી ઘણી હરકતો છે તેમ છતાં પણ મહાભારત મહેનત ને ખર્ચ વેઠી બધુ જ્ઞાન સ્વભાષા દ્વારા આપવાને ક્રમ શરૂ કરવા વગર આપણે ઉદ્ધાર નથી એમ મારી પાકી ખાતરજમાં છે. તે રસ્તે આ મંડળના વિચાર સારું આ પ્રસંગને ઉચીત જાણો આગ્રહપૂર્વક મુકું છું.
સાહિત્યની વૃદ્ધિને બીજો ઉપાય આ પહેલા ઉપાયને લગતો છે; તે એ કે જનસમસ્તને અક્ષરને જ્ઞાનના મુખ્ય મુખ્ય સંસ્કાર આપવા જોઈએ. કોઈ પણ પુરૂષ કે સ્ત્રી એટલા સંસ્કાર વગરની રહેવી ન જોઈએ. આ પ્રશ્ન હાલ ઘણે ચરચાય છે; ને એ વિષે હવે બહુ મતભેદ નથી. સરકાર પણ તેની આવશ્યકતા કબૂલ કરે છે, પણ તેમના હાથ નાણાભીડમાં છે તેથી તેઓ પ્રારંભ કરી શકતા નથી પણ હું ધારું છું કે તવંગર પુરૂષોએ