________________
૨૧૬
ધ્યાન તે તરફ ઘણું ઓછું ખેંચાય છે, તેથી તેવાં કાર્ય કરનારની છબીઓ વિલાયતનાં ગ્રાફિક સરખા પત્રમાં પ્રકટ થતી નથી, અને તેમની કૃતિ વિષે લંડનનાં વર્તમાન પત્રોમાં તાર આવતા નથી. પરંતુ તેનું ફળ એવા પ્રકારનું છે કે જે નમાલાં વખાણ બંધ થયા પછી પણ સુદઢ તથા કાયમ રહે છે. ખેડુત, વણકર, તથા કારિગરના વર્ગની નવી પ્રજા બુદ્ધિને પ્રકાશ પામી ચઢતી સ્થિતિની થશે તેઓ આ મોટું કાર્ય કરનારાને ધન્યવાદ દેશે, અને સર્વ સુજ્ઞ પુરૂષો, મિ. લાલશંકર તથા તેમના સહાયની ખરી દેશપ્રીતિ કબુલ કરશે. તેઓ લોકની ઉન્નતિ કરવા શાંતપણે કંઈપણ ઘોંઘાટ, કર્યા વિના પ્રયાસ કરે છે. આ સમયમાં દેશી ભાષાની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરનારને પ્રસિદ્ધિમાંથી દૂર રહેવું પડે છે. બહારના લોકની દષ્ટિ, હાઈસ્કૂલે તથા કલેજે અને ત્યાં કેળવણી પામી બહાર આવેલા મનુષ્ય તરફ સાધારણ રીતે ખેંચાય છે. અંગ્રેજી ભાષા વટેજ હિંદુસ્થાન દુનિયામાં જાણીતું થાય છે, અને થશે. અંગ્રેજી ભાષા તેજ પદાર્થ વિજ્ઞાનની, કાયદાની તથા આ જમાનાના ઘણું વિયેની ભાષા છે, એ સત્ય છે. પણ તેમાં સર્વ સત્યની સમાપ્તિ થતી નથી. ઉપરની સપાટીના ચળકાટની નીચે લોક જીવનને ધીમે અને ઉંડે પ્રવાહ વિ જાય છે. વિદ્યાર્થીની, કાયદાના અભ્યાસીની, મુસાફરની તથા કેળવણી પામેલા અને અગાડી વધેલા વર્ગની ભાષા તે અંગ્રેજી છે, પરંતુ ગુજરાતી ભાષા તે ખેડુત, દુકાનદાર, કારિગર તથા બીજા સામાન્ય લકની ભાષા છે. ગુજરાતી ભાષા તે તમારી માતાના ખોળામાં બેસીને તમે શીખ્યા હશે તે છે. તમારા દેશના ધર્મની તે ભાવા છે, જેઓ સામાન્ય લોક પર અસર કરવા ઈચ્છે છે, તેમણે લોકની ભાષાને આશ્રય લેવો જોઈએ.
આ સાઈટી જેવી સાઈટીની અગત્યનું બીજું ખાસ કારણું છે. ગુજરાતી પુસ્તકે લાખો મનુષ્યો વાંચી શકે છે અને અંગ્રેજી પુસ્તક થેડાજ વાંચી શકે છે, અને તેથી જ નઠારાં અંગ્રેજી પુસ્તક કરતાં નઠારાં ગુજરાતી પુસ્તકથી વધારે હાનિ થવાનો સંભવ છે. કેમકે અંગ્રેજી વાંચનાર સાધારણ રીતે સારા નરસાને તથા સયાસત્યને નિર્ણય કરી શકે તેવા હોય છે, અથવા હોવા જોઈએ. પરંતુ માત્ર ગુજરાતી સમજનાર જે વાંચે છે તે બધું શાસ્ત્ર પ્રમાણે માની લે છે. વરાળયંત્રને પહેલાં લેક, દેવતા કહી તેની પૂજા કરતા. તે સમય વીતી ગયો છે પણ તેવીજ લાગણી છાપેલાં લખાણ માટે હજુ રહી છે. બોલાએલા વચનો પૈકી જે પ્રમાણમાં નિમલ્ય