________________
બોલનારાઓની ઉન્નતિ માટે જે શ્રમ લીધો છે તે ઉપરથી અમને આશા છે કે આ ઈમારતનું આપના હાથે ખાત મુહૂર્ત થવાથી સંસાઈટીને પિતાના કામમાં એક પ્રકારનું બળ મળશે.
ઉપરની હકીકત વંચાઈ રહ્યા પછી સોસાઈટીના પ્રમુખ એન. રા. બા. રણછોડલાલ છોટાલાલે મે. લેલી સાહેબને પાયે નાંખવાને વિનતિ કરી, અને તેમને રૂપાને લેલો આપ્યો તે ઉપરથી તેઓ પાયાની જગ્યાએ ગયા અને છેને થર નાંખી તેમણે પાયાને પત્થર નીચે ઉતાર્યો અને તે બરાબર ગોઠવાય છે એમ જણાવી, પાછી સ્વસ્થાને બેઠા.
તે પછી કચ્છાધિપતિ સવાઈ બહાદુર રાવ શ્રી. સર ખેંગારજી તરફથી મકાન ફંડ ખાતે રૂ. ૬૦૦ આપવાને આવેલે તાર. રાવ બહાદુર લાલશંકરે સભા સમક્ષ વાંચે, અને આ શુભ ચિહ્ન માટે બધાને આનંદ થયો.
ત્યારબાદ પ્રમુખ મિ. લેલીએ ઉભા થઈ નીચે પ્રમાણે ભાષણ કર્યું –
બાનુઓ તથા ગૃહ–આ સોસાઈટી પચાસ વર્ષ પર મિ. કીલોક ફોર્બસ તથા કવીશ્વર દલપતરામભાઈ ડાહ્યાભાઈ જેવા ગુજરાતમાં સુપ્રસિદ્ધ પુરૂષોને હાથે સ્થપાઈ હતી એ બહુ મોટી વાત છે. જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બેલાશે ત્યાં ત્યાં ચિરકાળ સુધી એ બે જણ માન પામશે. તેમાં ના. મિ. ફેબસ પુરાતન ગુજરાતના ઇતિહાસ લેખક હતા, અને રા. દલપતરામ હાલના ગુજરાતના કવીશ્વર છે. મિ. લાલશંકરે મને આપેલા રિપોર્ટ પરથી જણાય છે કે સાઈટોએ આવા કીર્તિમંત આરંભથી માત્ર સંતુષ્ટ ન થતાં પિતાનું કામ પ્રતિ વર્ષ વધાર્યું છે, અને તે નવીન વિચારને દાખલ કરતી જાય છે. સોસાઇટીના લાઈફ મેમ્બરાની સંખ્યા ૧૮૮૯ માં ૧૭૫ હતી તે ૧૮૯૬ માં વધી ૪૭૫ ની થઈ છે. વળી તેમાં ૧૨ સ્ત્રી મેમ્બર છે એ તેની ખાસ વિશેષતા છે. તેટલાજ સમયમાં સોસાઈટીનું ભંડોળ રૂ. ૩૯૦૦૦ થી વધી રૂ. ૬૦૦૦૦ ઉપરાંતનું થયું છે અને તેને સંપેલાં ફંડનું ભંડોળ રૂ. ૫૮૨૦ નું હતું તે વધીને રૂ. ૧૩૦૦૦૦ ઉપરાંતનું થયું છે, અને સોસાઈટીની જ્યુબિલિને આ વર્ષમાં તેનું પિતાનું મકાન તથા હૈલ બનાવવાની ધારણા છે.
સોસાઈટીને ઉદ્દેશ ટુંકમાં કહીએ તે એ છે કે તેણે ગુજરાતી ભાષા તથા ગુજરાતી સાહિત્ય પિતાના હાથમાં લીધાં છે. આવાં કાર્યની મર્યાદા ટુંકી હોય છે, અને તેથી લોક ખ્યાતિ પણ તેના પ્રમાણમાં જ થાય છે. આ કાર્યથી બધે નામના પ્રસરી શકતી નથી. તે પ્રાંત બહારના લોકોનું