________________
૧
આ દેશમાં જેમ આપણે વહાણથી મુસાફરી કરતી વેળા ખાવાનું ને પાણી જેડ લઈ જઈએ છિયે, તેજ પ્રમાણે મેં કર્યું હતું. આપણા વહાણો જે કિનારાના બંદરામાં ફરે છે તે વાણીજ માઠી હાલતમાં છે, તેમાં ઉતારના સુખને સારૂ કાંઇ સંભાળ લેતા નથી. વિલાયત જનારાં વહાણમાં તેમ નથી. તેમાં ઉતારૂઓને જેટલું સુખ અપાય તેટલું આપે છે. કેટલાક માણસને દરીઆમાં આગબોટના દોલવાથી દુઃખ થાય છે, તેમ તે થતું નથી. મારી જોડે બ્રાહ્મણ હતું તે એથી જરા હેરાન થયો. મુંબાઈ મુક્યા પછી આઠ દહાડે અમે એડન પહોંચ્યા. એડનમાં થોડું જ જોવાનું છે. ઉજડ ડુંગરે બધે જોવામાં આવે છે. એ જગામાં અંગ્રેજ સરકારનું રાજ્ય છે, ને બ્રાહ્મણ વગેરે હિંદુઓ ત્યાં જાય છે. અહીં મારી આગબોટ સાંજ સુધી રહી. રાતના અમે રાતા સમુદ્રમાં પેઠા, ને સાતમે દિવસે સુવેજ ઉપર ઉતર્યા. ઉતરતાં વારને જ આગગાડીમાં ચડયા, ને છ કલાક નહિ થયા એટલામાં કે શહેરમાં પહોંચ્યા. એ શહેર આ દેશના શહેરોને મળતું છે. રસ્તા સાંકડા ને ધૂળથી ભરેલા. કેટલાક મેટા રજા છે. તેમાં ત્યાંના ભાજી પાદશાહ મહમદઅલીએ બંધાવ્યું છે તે ઘણેજ સુંદર અને મેટો છે. આરસ અને સુનાથી ઘણે જ શોભીતે કર્યો છે. કેરોથી બીજી મંજળ સિકંદિયામાં થાય છે. ત્યાંને પાદશાહને ન મેહેલ મેં જોયે ત્યારે મને એમ લાગ્યું કે, આટલે સુધી આવ્યાની મારી મેહેનત સફળ થઈ, પણ પેરીસન મેહેલ આગળ એ કાંઈ નથી. એ મને પાછળથી પેરીશ ગયો ત્યારે માલમ પડયું. સિકંકિયાના ઘરની તરેહ યુરોપના ઘરોને મળતી છે. અહીંથી અમે બીજી આગબોટમાં બેઠા, ને ચેાથે દિવસે માલટા પહોંચ્યા. અહીં આગબોટ કેઈલા તથા મીઠું પાણી લેવા છ સાત કલાક ઉભી રહે છે. તે વારે ઉતારૂઓ તે બેટ જેવા જાય છે. માલટાથી ચાર દહાડે અમે જીબ્રાલ્ટર પહોંચ્યા. અહીં થોડા કલાક રહીને વહાણ ઉપડયું, તે ઉત્તર આટલાન્ટીક મહાસાગરમાં પિછું. સ્પેનને કાંઠે કાંઠે આગબેટ ચાલતી હતી. એક બે વાર પવનનું જેર પણ વધ્યું હતું. આઠમે દિવસે અમે સાઉધાસ્પટન પહોંચ્યા. દુનિયામાં જે સર્વથી મેટું વહાણ આજ સુધીમાં બંધાયું છે, તે મેં અહીં જોયું. એનું નામ “ગ્રેટ ઇસ્ટરન’ છે. એ એવડું મેટું છે કે, જે ભુમિયા વગર માહે ફરવા ગયા હોઈએ તે ભૂલા પડીયે. આ મકાનને તેમાં મેલીયે તે એના એક ખુણામાં માઈ રહે. એના તુતક ઉપર એક છેડેથી બીજે છેડે ખબર મોકલવાને તાર કર્યો છે.