SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ • સાઉધામટન શહેર ઈગ્લાંડનું એક બંદર છે. મુંબઈ મુક્યા પછી એક મહિને હું ત્યાં ઉતર્યો. વિલાયતના શહેરની રચના આપણા શેહેરેથી કેવળ જુદીજ છે. ઘરોની બાંધણું માહોલે મહોલે એક સરખી અને સુંદર છે. આપણા ઘરો તેની આગળ ઝુંપડાં છે. ભદર આગળ જેવો રસ્તે પહોળા છે, તેવા ત્યાં બધા છે. વચમાં ગાડી ઘેડાને જણે પથરે બાંધે છે, ને આપણા ઘરની ભય જેવા સાફ રાખે છે. વરસાદ આવે ત્યારે જરા ગંદા થાય પણ તે રહી જાય એટલે પાછા સોજા કરે છે. તેની આસપાસ પહોળા પગ રસ્તા છે. તે મોટા લીસા ચોરસ પથરાના છે, જે આપણા ઘરના ચેક જેવા જણાય છે. સાફ પણ તેવાજ રાખે છે. શેરીયોમાં વચે શોભીતી વાડિયો છે. અહીંના જેવી શેહેર લજાવનારી પિળો ત્યાં કેઈ ઠેકાણે નથી. સઘળા ઘરેને મથાળે ધુમાડિયાના ઉભા નળ દેખાય છે. સર્વ ઘરને કાચની સુંદર બારિયો છે, ને તેઓ ઉંચાં ને મોટાં છે. તે હાડને લીધે બારી બારણાં બંધ રાખવાં પડે છે. દરેક ઘર ઉપર સોનેરી અક્ષરે નંબર પાડ્યા હોય છે. સાઉધામટનથી હું લંડન ગયા. એ શહેરને વિચાર તમારા મનમાં લાવ ઘણું કઠણ છે. એમાં આશરે ૩૫ લાખ માણસની વસ્તી છે. એ ઉપરથી તમે એના વિસ્તારને કાંઈક વિચાર કરી શકશે. દુનિયામાં એના જેટલી દોલત બીજે કઈ ઠેકાણે નથી. જ્યાં લાખ રૂપિયાના ઘણું તે ગરીબમાં ગણાય છે. જ્યાં કરેડાધિપતિ સેંકડે છે, ને લખેસરી તે અગાણુત છે. જયાં ઉચી વરતી રહે છે ત્યાંનાં ઘરે જોતાં ભુખ તરસ બહુ ભુલી જઈએ. લંડનની મુખ્ય દુકાનના ભભકાનાં શા વર્ણન કરું ? પહેલે દિવસે હું શહેરમાં ગયો ત્યારે ત્યાંની ભીડથી હું હબકાઈ ગયે. માણસ ને ગાડી જાણે ઉભરાઈ જાય. આપણે અહીં જાતરા કે મેળે ભરાય છે ત્યાં પણ એવી ભીડ નથી થતી. આમની બસ કરીને મેટી ગાડી થાય છે, તેને બે કે ચાર ઘોડા જોડે છે, ને તે ઉપર ને માંહે મળી ૨૨ કે ૨૪ આદમી બેસે છે. સવારથી તે અરધી રાત સુધી તે લંડનના મુખ્ય રસ્તામાં દેડતી ફરે છે, ને જુજ ભાડે માણસને તેમાં બેસાડે છે. એ ન હોય તે લંડનના વેપાર રોજગારમાં ઘણું હરકત પડત,ને રેહેવાસિયો, બહુ હેરાન થાત. લંડનમાં જેવા કદાવર ને મજબુત ઘડા છે, તે કઈ જગાએ નથી. ' લંડનમાં મેં ઘણુક મોટી ઇમારત, બાગો, પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, નાટકશાળા, મેહેલ વગેરે જોયાં. એ સર્વેનું ખ્યાન કરવાને વખત નથી, ને વખત
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy