________________
૧૦.
સાહેબ, * આપે મને આજ માન આપ્યું છે, તેથી મારા ઉપર મેટી મેહેરબાની કરી છે. વિલાયતથી આ દેશ આવવું ને અહીંથી ત્યાં જવું એ યુરોપિયન લોકને સહેજ છે. માર્ગમાં અસાધારણ હરકત અથવા દુઃખ પડતાં નથી. હરવર્ષે હજારો અંગ્રેજો એ રસ્તે આવે છે ને જાય છે. હું ખરા દિલથી ને મેટી આતુરતાથી ઈચ્છું છું કે, મારા દેશિ એમને દાખલો પકડે. માણસ એટલે શું તે તેમના જાણવામાં ઈંગ્લાંડ જશે ત્યારેજ આવશે. આ ટેકાણે મળેલા મારા સ્વદેશિઓને મારી મુસાફરીનું વર્ણન સાંભળવાની ઇચ્છા છે, ને તેમાંના ઘણાને અંગ્રેજી બેલી આવડતી નથી માટે મને ગુજરાતીમાં બોલવાની રજા આપે મહેરબાની થશે. સાહેબ,
આજની સભામાં આવ્યાથી મને ખરેખર આનંદ થયો છે. જે દેખાવ હાલ હું જોઉ છું તેથી આપણા દેશ સુધારા વિષેની મારી આશામાં વધારે થયો છે. મને આબરૂ આપવાને તથા મારી સફરનું ખ્યાન સાંભળવાને તમે આવ્યા છે તેથી મારા ઉપર ઘણે આભાર કર્યો છે. મુંબઈ મુક્યા પહેલાં એ મુસાફરી જેવી મને ભારે લાગતી હતી, તેવી હાલ મુદલ લાગતી નથી. એ રસ્તે ધરી છે અને હજારે માણસ આવે જાય છે. આપણા લેકને બહાર પરદેશમાં જવાને મહાવરો નથી તેથી બીક લાગે છે. હું આશા રાખું છું કે, એ બીક થોડા વખતમાં જતી રહેશે. ખાવા પીવા વિશે આપણામાં જાતિભેદ છે માટે આપણને કેટલીક અડચણ પડે છે. પણ તેના બદલામાં જે ફાયદા થાય છે તેની આગળ એ હરકતો કાંઈ લેખામાં નથી. મારી ખાતરી જ થઈ છે કે, આપણા લોકની હાલની દુર્ હાલત સુધારવાને વિલાયત જવાની જરૂર છે. એ કર્યા વિના ચાલે એવું નથી. ત્યાં જવામાં ધર્મભ્રષ્ટ થવાય છે એવું જે બોલે છે તે કેવળ બેટું છે, એ હું મારા પિતાના અનુભવ ઉપરથી કહી શકું છું. મુસાફરીને તથા ત્યાં રહેવાને ખર્ચ ઘણે છે, પણ તે કરી શકે એવા ગૃહસ્થ આપણા દેશમાં છે. તેઓ પિતે જવાને નહિ ધારતા હોય તો બીજાઓને મોકલી શકે એ વિષે લંબાવવાને હાલ જોઈએ તેટલે વખત નથી. મારી મુસાફરી બાબત મહિના લગી હરરોજ ભાષણ કરું તે પણ બધી વાત પુરી થાય નહિ, તે આજે એક કલાકમાં ક્યાંથી થાય? આજ હું તમને ઘણુંજ થોડું કહી શકીશ.