________________
14
( નં. ૨. ) મુંબઈના ગવર્નર કાર રે
[ ઈડરના મહારાજા સાહેબને કે. સી. એસ. આઈ. ના ખેતાખના ચાંદ અર્પણ કરવાની ક્રિયા માટે ગયા ડિસેમ્બર માસમાં મુંબાઇના લોકપ્રિય ગવર્નર સાહેબ લાડ રે અમદાવાદ પધાર્યાં હતા, તે પ્રસંગે થયેલી ધામધુમ વગેરેનું વર્ણન વમાનપત્રામાં તેજ વખતે પ્રગટ થઈ ચૂક્યું છે. કેળવણી અને વિદ્યાવૃદ્ધિ તરફ એ નામદારનું વિશેષ વલણ હોવાથી એવાં ખાતાંએ તરફ તે બહુ પ્રેમ રાખે છે, અને તેમના ઉત્કર્ષને માટે બનતી કાળજી પણ રાખે છે, ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીના હેતુ વિદ્યાવૃદ્ધિના અને કેળવણીનાં કામને ઉત્તેજન આપવાના છે. એવાં કામમાં હાંસ ધરાવતા આ ઇલાકાના એક સર્વોપરિ અમલદારના સંબંધ સોસાઇટી સાથે જોડવાની આકાંક્ષાથી એ નામદારનું અમદાવાદ પધારવું થયું તેને લાભ લેઇ સેાસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ એક માનપત્ર એ નામદારને અર્પણ કરી નામદાર ગાયકવાડ મહારાજા સયાજીરાવની સાથે પોતે આ સેાસાઈટીના પેટ્રન ( મુરબ્બી ) થવાની વિનતી તેમને કરી હતી અને અમને જણાવવાને ઘણા આનંદ થાય છે કે સાસાટીની એ વિનતી તે નામદારે ખુશીથી કબુલ રાખી સાસાટીને વિશેષ પ્રતિષ્ટિત કરી છે. શાહીબાગના મહેલમાં એ નામદારના મુકામ હતા તે સ્થળે તા. ૧૭-૧૨-૮૭ તે રાજા અપારના બાર વાગતે સેાસાઇટીની વ્યવસ્થાપક મંડળીના સસ્થાનું ડેપ્યુટેશન એ નામદારની પરવાનગીથી ગયું હતું અને અગાઉથી તૈયાર કરી રાખેલું માનપત્ર ત્યાં વાંચી સંભળાવીને અર્પણ કર્યું હતું. સહુ માનપત્રનેા તથા એ નામદારે વાળેલા તેના જવાબનેા ભાવાથ નીચે પ્રમાણે હતેા. ] માનપત્રના ભાવા
ગૂજરાત વર્નાકયુલર સાસાઇટીના પેટ્રન ( મુરબ્બી ) થવાને આપ નામદારને અરજ ગુજારવાની પરવાનગી માગતાં અમે એ સાસાઈટીની મેનેજીંગ કમિટીના સભાસદો, સહુ મંડળીના સક્ષિપ્ત અહેવાલ નિવેદન કરવાની રજા માગીએ છીએ.
ગૂજરાતની પ્રાચીન વિદ્યાને જાળવી રાખવાના અને હાલ ચાલતી ભાષામાં વિદ્યાવૃદ્ધિને ઉત્તેજન આપવાના હેતુથી સને ૧૮૪૮ માં આ સાસાઇટી સ્થાપન કરી હતી. આ મ`ડળી સ્થાપવાનું માન પ્રખ્યાત મહુમ