________________
૮૪
છે. ગયાં ૪૫ વરસમાં સસ્તાં અને ઉપયેગી ઘણાં પુસ્તકા સેસાઇટી તર થી પ્રગટ થયાં છે અને વિદ્યાવૃદ્ધિનાં ખાસ કામેા માટેનાં કેટલાંક કુંડની વ્યવસ્થા પણ સોસાઇટી કરે છે.
(૩) આપ નામદાર આ સેાસાઇટીના લાઇક મેમ્બર છે! અને સાસાટીના કામને ઉત્તેજન આપ્યું છે. તેને માટે સોસાઇટી આપના ઉપકાર માને છે.
(૪) ગુજરાતી તથા ઉર્દુશાળાઓ અને કન્યાશાળાઓ ઉધાડી તેમજ અંગ્રેજી હાઇસ્કૂલ સ્થાપીને પ્રાથમિક અને ઊંચી કેળવણીને આપ આશ્રય આપ્યા જાઓ છે, અને લાઇબ્રેરી સ્થાપીને સામાન્ય જ્ઞાનવૃદ્ધિને ઉત્તેજન આપા છે, એથી સોસાઇટીને બહુ આનંદ થાય છે. આપ નામદારના એ સ્તુતિપાત્ર યત્નના બદલા તરીકે પ્રભુની પ્રસન્નતાદ` આપને જે માન મળ્યું છે તે ઉપરથી અમે આશા રાખીએ છીએ કે જ્ઞાનવૃદ્ધિમાં ઉત્તરાત્તર આપને આશ્રય અને સુકીતિ વધતાં જશે.
(૫) વિદ્યાવૃદ્ધિમાં આગેવાન, તથા ગુજરાતનું પુરાતન પાયતખ્ત એવા સાસાઇટીના સ્થળમાં આપ નામદારના માનને માટે ભવ્ય સમારંભ થયા અને સાસાઈટીનું કામ અને સ્થિતિ પ્રત્યક્ષ જોવાનો આ શુભ પ્રસંગ આપને મળ્યા તેથી અમને વશેષ આનંદ થાય છે.
(૬) છેવટે અમે ઇચ્છીએ છીએ કે પરમેશ્વર આપ નામદારને તથા આપના કુંવર સાહેબને દીક્યુ કરે અને આનાથી મેાટા ઈલકાબ આપ મેળવા અને તે સુખથી ભાગવા
* રીપોર્ટ સન ૧૮૯૩, પૃ. ૨૯.
↑ આ પ્રસંગને લાભ લઇ સાસાષ્ટી તરફથી નવું મકાન બંધાવવા ખાબતનું ફંડ ઉભું કરવા પ્રયત્ન થતાં નામદાર દીવાન સાહેબે તથા અત્રે પધારેલા મહારાજાઓએ નીચે પ્રમાણે રકમ સદરહુ કડમાં બક્ષીસ કરી છે તેમના આભાર માનવામાં આવે છે.
(૧) નામદાર શ્રી દીવાન મહાખાન શ્રી સર શેરમહમ્મદ ખાનજી સાહેબ બહાદુર કે. સી. આઈ, ઈ. પાલણપુર.
રૂા. ૬૫૧)
(૨) મહારાઉલ શ્રી માનસિંહજી રાજા સાહેબ, બારૈયા.
રૂા. ૧૦૦)
(3) મહારાલશ્રી પ્રતાપસિંહજી ગુલાબસિંહજી રાજાસાહેબ વાંસદા, રૂ।. ૫૦૦) (૪) મહારાલશ્રી મેાતીસિહજી રાજાસાહેબ, છેટાઉદેપુર રૂા. ૫૦૦) (૧) નવાબસાહેબ શ્રી મનવરખાનજી જોરાવરખાનજી વાડાસીનેાર રૂા. ૩૨૫) (૬) મહારાણાશ્રી પ્રતાપસિંહજી રાજાસાહે સુંથ
રૂા. ૩૦૦)
રૂા. ૨૭૫૭૬)