________________
૮૩
સાસાઈટીનું નવું મકાન બંધાવવા નાણાંની જરૂર હતી તે સારૂ અરજ કરતાં, તેની યાદીમાં નવાબ સાહેબે સારી રકમ ભરી હતી.
(૪)
મુંબાઈના ગવર્નર લોડ` રે ઇડરના રાજાનેા રાજ્યાભિષેક થતી વખતે આ તરફ આવેલા એ તકનો લાભ લઇને સાસાઈટીએ એમને માનપત્ર આપીને સાસાટીના પેટ્રન થવા વિનંતિ કરી હતી; તેમ લુણાવાડાના મહારાજા શ્રી વખતસિંહજીને હિંદી સરકારે જી. સી. આઇ. ઇ ને માનવતા ઇલ્કાખ્ અઠ્યા તેની ખુશાલીમાં સાસાઈટીએ એએશ્રીને અભિનંદન પત્ર માકલ્યા હતા. એ રાજ્ય રેવાકાંઠા એજન્સીમાં આવેલું છે. એને રાજ્યવિસ્તાર ૩૮૮ સ્કેવર માઇલના છે; અને તેની વાર્ષિક ઉપજ આશરે છ લાખની છે. એ મુલ્ક ફળદ્રુપ છે અને રાજ્યનાં જંગલમાંથી સારી ઉપજ આવે છે. લુણાવાડાના રાજકર્તાએ સાલકી કુળના છે અને તે સિદ્ધરાજ જયસિંહના વંશજો છે. સ્વસ્થ મહારાજા સર વખતસિંહજીને સરકાર તરફથી ૧૧ તેપનું માન મળતુ હતું.
સેાસાટીને એ કાળે રાજા મહારાજા અને તેના કાય પ્રત્યે એ સાની સહાનુભૂાત હતી.
આરંભમાં કહ્યું તેમ આપણી વિદ્યાની વૃદ્ધિ અને ખીલવણી અર્થે રાજ્યાશ્રય આવશ્યક છે. એ મદદ વિના વિદ્યાના સંશાધન અને શાસ્ત્રીય અભ્યાસ અને પ્રકાશનનાં કાર્યો થઇ ન જ શકે. આપણે ઇચ્છીશું કે આપણા રાજા મહારાજા આપણી જુની પરંપરા ને વિદ્યાને કેળવણીનાં સત્કાર્યોને ઉત્તેજન અને મદદ આપીને જીવંત અને ગતિમાન રાખે.
તરફથી સારી સહાયતા મળતી
ઉપરોક્ત ત્રણે માનપત્રા નીચે આંક ૧, ૨ અને ૩ મૂકીને આપ્યાં છે. ( નં. ૧. ) નામદાર શ્રી દીવાન મહાખાન શ્રી સર શેરમહમદખાનજી સાહેબ બહાદુર, કે. સી. આઇ. ઇ. ની. હજુરમાં.
(૧) અમેા ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીની વ્યવસ્થાપક કમિટીના મેમ્બરે અતિ નમ્રતાથી અને માનપૂર્વક આપ નામદારની હજુરમાં આ વાનો રજા માગીએ છીએ અને માયાળુ કૈસરે હિદે આપ નામદારને કે. સી. આઈ. ૪. ના માનભરેલા ઈલ્કાબ આપ્યા છે તેને માટે ખુશી પ્રદર્શિત કરીએ છીએ અને આપને અંતઃકરણપૂર્ણાંક મુખારકબાદી આપીએ છીએ. (૨) ગુજરાતમાં કેળવણી અને વિદ્યાના ફેલાવ કરવા માટે તમા ગુજરાતી ભાષામાં પુસ્તક વૃદ્ધિ કરવા માટે આ સોસાઈટી ૧૮૪૮માં સ્થપાઇ