________________
૫૮
રાસમાળા' રચીને એમણે ગુજરાતની કિમતી સેવા કરી છે અને તે વડે એમની કીર્તિ દેશપરદેશમાં પ્રસરેલી છે. પણ નવી માહિતી અને સાધનસામગ્રી મળી આવતાં, આજની દૃષ્ટિએ તે ઇતિહાસમાં અનેક ઉણપે, દેશે અને અપૂર્ણતા જણાશે. તે પણ જે પરિસ્થિતિમાં, જે જૂજ લબ્ધ સાધન પરથી, જે સમયે એમણે તે પુસ્તક તૈયાર કર્યું હતું તે લક્ષમાં લેવાય તે એનું મૂલ્ય બરાબર સમજાશે, તેમ છતાં તેમાંના અંતર્ગત ગુણેને લઈને તેની મહત્તા અને ઉપયોગ ઓછાં થનાર નથી.
એક મોટા અધિકારી તરીકે, એક લેખક અને ગ્રંથકાર તરીકે, એક મિત્ર તરીકે, એક સહસ્થ તરીકે આપણને એમનામાં અનેક ગુણની પ્રતીતિ થશે અને એમની લોકપ્રિયતાનું કારણ સમજાશે.
પણ અમારા નમ્ર અભિપ્રાયે એમનું ચિરસ્થાયી અને કાયમ ઉપયોગી કાર્ય તે “ગુજરાત વર્નાકયુલર સોસાઈટી”ની સ્થાપના છે; તે અને મુંબાઈમાં સ્થાપેલી “શ્રી ફાર્બસ ગુજરાતી સભા” એમનાં, ખરું કહીએ તે, જીવંત સ્મારક ચિહને છે.
અંતમાં આપણે કવિ સાથે ઉચ્ચારીશું કે –
એ પ્રભુ આપ તે એવાજ આપજે, શાણા રૂડા સરદાર