________________
* આ બધી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવા છતાં, ગુજરાતી ભાષા સાહિત્ય માટે એમને અનુરાગ અજબ હતું. મુંબાઈમાં ઠરીઠામ પડતાં જ શ્રી મનઃસુખરામભાઈને શ્રી ગુજરાતી સભાની વાત નિકળતાં જણાવ્યું હતું કે, “મારા મનમાં એ વિચાર નિરંતર રમ્યા કરતું હતું, પરંતુ મારી પાસે સાધન ન હતાં તેથી સિદ્ધ કરી શક્યો નથી. અવે એ કામમાં. હું પણ યથાશક્તિ પરંતુ બહુ પ્રીતિથી સર્વ પ્રકારે સામીલ રહીશ.”
શ્રી ગુજરાતી સભા કાઢવાનો નિર્ણ થતાં, પ્રાથમિક સભા એમને બંગલે બેલાવવામાં આવી હતી. પછી તા. ૨૫ મી માર્ચ સને ૧૮૬૫ ના દિવસે ટાઉન હૈલમાં જાણીતા ગૃહસ્થને આમંત્રી, એ મંડળની રીતસર સ્થાપના કરવામાં આવી હતી અને તે કાર્ય માટે યાદી કરતાં, મુંબાઈના શ્રીમતોએ રૂ. ૩૭૦૦૦ અને કાયિાવાડના રાજા-રજવાડાઓએ રૂ.૨૮૦૦૦ • ભર્યા હતા.
એવામાં શેર મેનીઆને વા ફાટી નિકળવાથી મુંબાઈના ભલભલા શ્રીમતિ પાયમાલ થઈ પડ્યા અને ફાર્બસ સાહેબનું પણ ટુંક મુદતમાં અવસાન થયું; પણ સ્વર્ગસ્થના મિત્રો અને પ્રશંસકેએ એ ઉપાડેલું કાર્યો બંધ ન પડે અને સ્વર્ગસ્થનું નામ કાયમ રહે, એ હેતુથી શ્રી ગુજરાતી સભાના નામ સાથે ફૉર્બસ સાહેબનું નામ જોયું અને પ્રયાસ કરીને જે નાણાં આવી મળ્યાં તેની વ્યવસ્થા એવી દક્ષતાથી કરી છે કે મુંબઈમાં તે એક સમૃદ્ધ સાહિત્ય સંસ્થા બની છે; અને તે એમનું સાચું સ્મારક છે. કવીશ્વર દલપતરામે સાચું ભાખ્યું હતું,
“ મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર,
ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને; બનાવી બનાવીને બેસાર્યો હશે બાવલાં તે. પાવલાંની કિંમતે કદી જશે વેચાઈને, મસીદે મિનારા કે કરાવેલા કિરતીર્થંભ, ઘણે દાડે તે તે જશે સમૂળ ઘસાઈને; કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ,
ફારબસ તણા ગુણ રહેશે ફેલાઈને. ”+ * ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૫૦. + સાડીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૩૨.