________________
-જાણતા હશે તેઓ સહેલથી કહી શકે કે, આવા વ્યાકરણથી કેટલો ફાયદો થયો છે. મને તે લાગે છે કે, એથી ઘણું જ નુકસાન થયું છે.”
તેમ છતાં એ પુસ્તકોના ગુણ સંબંધમાં કહેવું જોઈએ કે, તે પુસ્તકો નીતિ અને ચારિત્રને ઘડનારાં હતાં. રા. સા. મોહનલાલ ઝવેરી ચરિત્રના લેખક ચુનીલાલ બાપુજી લખે છે, કે “એમાંનું બોધવચન તે ખરેખરૂં બોધવચન જ છે;૮ અને સ્વર્ગસ્થ લાલશંકરે “ગુજરાત શાળાપત્રના જ્યુબિલિ અંકમાં “ગત ૫૦ વર્ષમાં ગુજરાતમાં કેળવણીની વૃદ્ધિ અને પરિણામ” એ વિષય પર લેખ લખતાં જણાવ્યું છે કે, “એ પુસ્તકો શીખીને તૈયાર થયેલા માણસો રાજભક્ત, કર્તવ્યપરાયણ, દેશભક્ત, લોકસેવામાં તત્પર અને નીતિ તથા સદાચરણમાં ચઢિઆતા થયા છે એ વાત પ્રસિદ્ધ છે. "
હવે શિક્ષકે મેળવવા વિષે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, તે હકીકત પણ ઉપરોક્ત લાલશંકરભાઈના લેખમાંથી ઉતારીશું: * “શિક્ષણ માટે પુસ્તકની ખોટ પૂરી પાડ્યા પછી શિખવનાર મહેતાજી તૈયાર કરવાની જરૂર જણાઈ. શિક્ષણ આપવાની યોગ્યતા મેળવવા માટે શિક્ષકે પોતે પ્રથમ ખાસ શિક્ષણ મેળવવું જોઈએ છીએ. આને માટે મુંબઈમાં એક વર્ગ ઉઘાડવામાં આવ્યો તેમાં ૧૦ મહેતાજી તૈયાર થયા. સુરતના દુર્ગારામ મહેતાજી, અને અમદાવાદના તુળજારામ સુખરામ એ આ પહેલા જથામાં મુખ્ય હતા.
તે વખતે આગગાડીનું સાધન નહોતું. એટલે મુંબઈ જવું તે વિલાયત જવા જેવું કઠણ ગણાતું. તેથી ગુજરાતના લેકે મહેતાજીનું શિક્ષણ લેવા મુંબઈ જતા નહિ. આથી મુંબઈનો વર્ગ સુરત હાઈસ્કૂલના હેડમાસ્તર મિ. ગ્રીનની દેખરેખ નીચે સુરતમાં લાવવામાં આવ્યો. ત્યાં પણ મુંબઈના જેવી જ અડચણ કેટલેક અંશે નડી. માટે ઈ. સ. ૧૮૫૭ ના સુમારમાં અમદાવાદમાં ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવામાં આવી. તેમાં આજ સુધી મહેતાજીએ તૈયાર થાય છે.” છે તેમ છતાં શિક્ષણની તાણ પડતી તો વર્ગના મુખ્ય વિદ્યાર્થીને તેના અભ્યાસ સાથે શિક્ષકનું કામ સોંપવામાં આવતું.
જ બુદ્ધિપ્રકાશ, પુ. ૫, પૃ. ૧૭૩. » જુએ રા. સા. મોહનલાલ ચરિત્ર, પૃ. ૧૫* ગુજરાત શાળાપત્ર જ્યુબિલિ અંક, પૃ. ૫૧. + ગુજરાત શાળાપત્ર-જ્યુબિલિ અંક, પૃ. ૫૨.