________________
વાઈસપનીતિની કથાઓ, બાલમિત્ર, પંપાખ્યાન, ભૂગોળ, ખગોળ, હિંદવાના ઉદેશ, લાભ ને સતિષ વગેરે પુસ્તક વાંચન કામને સારૂ, તથા ગણિતને સારૂ પૂર્ણક, અપૂર્ણાંક (હદનકૃત) તથા શિક્ષામાળા ભા. ૧ અને ૨, કર્તવ્ય ભૂમિતિ વગેરે, એ બધાં શાળા-પુસ્તક મંડળી તરફથી તૈયાર થતાં હતાં તેમાં રણછોડદાસની મદદ લેવામાં આવી.”+ - એ આપણું આરંભનું ગદ્યસાહિત્ય હતું; અને જે અમે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ લખતા હતા તે આ અને તે પછી અસ્તિત્વમાં આવેલી બેડ ઓફ એજ્યુકેશને પ્રસિદ્ધ કરેલાં સઘળાં પુસ્તકનું વિસ્તારથી વિવેચન કરત; મરાઠીમાં મી. દેવટેએ “અર્વાચીન મરાઠી વાભય” અને બંગાળીમાં મી. ડેએ “ઓગણસમા સૈકાનું પ્રથમ પચીસીનું સાહિત્ય” એ જાતનાં પુસ્તક બહાર પાડેલાં છે; અને તે સૌમાં એક પ્રકારનું સામ્ય નજરે પડશે.
આમાંના ઘણાંખરાં પુસ્તક મૂળ અંગ્રેજી કે ફ્રેન્ચ પરથી પ્રથમ મરાઠીમાં લેખાતાં અને તે મરાઠી પરથી તેને ગુજરાતીમાં અનુવાદ થતા. મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ થાય તેમાં કાંઈ ખોટું નથી; અને સંખ્યાબંધ પુસ્તકે મરાઠીમાંથી ગુજરાતીમાં ઉતારવામાં આવેલાં અને તે દ્વારા આપણું ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયેલું માલુમ પડશે; પરંતુ આ અનુવાદે દક્ષિણ શાસ્ત્રીઓના હાથે થયેલા હાઈવે પર પ્રાંતનાને હસ્ત વ્યાકરણના અને શિલીના દે, બિન અનુભવથી અને અજાણતાં આવી જાય તે ઘણાંએ શરૂઆતનાં પુસ્તકમાં મળી આવશે અને તે દેના સંબંધમાં સન ૧૮૫૮ માં “ગુજરાતી ભાષા” વિષે વિદ્યાભ્યાસક મંડળ સમક્ષ ભાષણ આપતાં રા. સા. મહીપતરામે જે ટીકા કરી હતી તેમાંને થેડેક ભાગ પ્રસ્તુત મુદ્દે સ્પષ્ટ કરવા નીચે આપીએ છીએઃ
“આપણુ પશ્ચિમ હિન્દુસ્તાનની રાજધાની મુંબઈ તેથી ત્યાં જ કેળવણુ ખાતાનું મથક થયું, અને સરકારી નિશાળમાં ભણાવવાની ચોપડીઓ ત્યાં થઈએ. મરાઠી ભાષામાં જે ચેપડી હતી તેના તરજુમા પહેલા થયા, ને એ તરજુમા કરનારામાં મરાઠી શાસ્ત્રીઓ મુખ્ય હતા. વધારે નવાઈ જેવું તે એ છે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જોઈએ માટે મરાઠી વ્યાકરણને મરાઠી શાસ્ત્રીઓએ ગુજરાતીમાં તરજુ કર્યો. ગુજરાતી બોલીના નિયથી તેઓ અજાણ્યા હતા એવું જણાય છે. વ્યાકરણને અર્થ જેઓ
+ જુઓ “વસન્ત, વર્ષ ૩, પૃ. ૨૧૭-૨૬૮.