________________
ગુજરાતમાં વિદ્યા એટલે ભણતમ્ન, ફેલાવો કરવામાં પણ સાઈટીએ બનતે હિસે અર્પણ કર્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યનું સંવર્ધન કરવું એ તે એનું મુખ્ય ધ્યેય હોઈ તેની એ મુખ્ય પ્રવૃત્તિ હોય એ સ્વાભાવિક છે. એટલે સાઈટી તરફથી સેંકડો પુસ્તકો લખાવી પ્રસિદ્ધ કરાવવામાં આવ્યાં છે તેમ જ અનેક નાના મોટા લેખકની કૃતિઓ ઉતેજનાથે ખરીદવામાં આવી છે. ભાષાના કેશની
જના પ્રથમના સ્થાપકોના ધ્યાનમાં હતી. અને તે માટે બનતા પ્રયાસ થયા છે. ખાસ કશે પણ પ્રકટ કરાવેલા છે. સંસાઈટીની પ્રવૃત્તિએને સહાયક થાય એવા અનેક ટ્રસ્ટ ફંડે પુસ્તક પ્રકાશન માટે તેને મળ્યાં છે અને તેથી તેની પ્રગતિને ઈષ્ટ વેગ મળે છે. એ ઉપરાંત હજાર રૂપીઆનાં ટ્રસ્ટ ફંડ કેળવણી અને અન્ય વિષયક તેને સુપ્રત કરવામાં આવ્યાં છે જે તે સંસ્થાની પ્રતિષ્ઠાને ભાસ્પદ છે. વિદ્યાવૃદ્ધિ, ભાષા અને સાહિત્યની ઉન્નતિ અને અજ્ઞાનનિવારણ એ શુભ ઉદ્દેશ જાળવી પ્રજાના તેમ જ પિતાના લાખો રૂપીઆને વહીવટ ચલાવી પ્રજાને વિશ્વાસનું પાત્ર બનેલી એવી સંસ્થાને ઇતિહાસ ગુજરાતી વાચકોને લાભદાયી થશે એવી આશા છે. .
જુદાં જુદાં સાધનોમાંથી વિગતે એકત્રિત કરી સીલસીલાબંધ મનેરંજક પુસ્તક રા. હીરાલાલે તૈયાર કર્યું છે એ એમની સંસ્થા પ્રત્યેની મમતા દર્શાવે છે.
* ગુજરાતની પ્રજા હાલ જે કેટીએ છે તેમાં આ સંસ્થાએ કે ભાગ ભજવ્યો છે તે જાણવાનું સાધન આ પુસ્તક પુરું પાડશે એ ઉમેદ છે.
વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ