________________
ઉદ્દઘાત ગુજરાત અને બૃહગુજરાતમાં પ્રતિષ્ઠા પામેલી, લગભગ સૈકાથી અનેક દિશામાં પ્રવૃત્તિ ચલાવી રહેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી કેવા સંજોગોમાં
સ્થાપિત થઈ, તે સમયની સેકસ્થિતિ કેવી હતી, કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ આ સંસ્થા પગભર બની તે હવાલે ભવિષ્યની પ્રજાને ઉપયોગી થઈ પડે એ હેતુથી સંસાઈટીની કમિટીએ એ કામ કરાવવાનો વિચાર કર્યો. આ હેવાલને પ્રથમ ભાગ જનસમાજ આગળ રજુ કરતાં આનંદ થાય છે.
એક નાના બીજમાંથી મેટું વૃક્ષ થઈ ફલીyલી ફળ આપે તે મુજબ આ સંસ્થાને વિકાસ થયો છે. ગુજરાતી ભાષામાં ઉપયોગી પુસ્તકે રચાવી ભાષાને સમૃદ્ધ કરવામાં પાછલા જમાનામાં આ સંસ્થાએ મોટે ફાળે આ છે. એ જમાનાનું અજ્ઞાન અને વહેમ દૂર કરવામાં તેમ જ સમાજમાં ઘર કરી બેઠેલી અનેક અનિષ્ટ રૂઢિઓને નાશ કરવા પ્રયાસ કર્યો છે અને તેને પરિણામે ઘણી બાબતમાં લોકમત કેળવી છે. જે બાબતે અત્યારે સુલભ લાગે છે, તે તે કાળે તેવી નહોતી; અને લોકમતને કેળવવામાં જે ભારે અડચણે આવતી તેને ખ્યાલ હાલ ભાગ્યે જ આવી શકે તેમ છે. કેઈ પણ પ્રજાની પ્રગતિ તેની સ્વભાષાની ઉન્નતિ સિવાય થઈ શકે જ નહિં એ સત્ય જે પરદેશીઓને સમજાયું તેમણે આ પ્રાંતમાં આવી અહીંની સ્વભાષાને ખેડવા અને ખીલવવા સાચા હૃદયથી આરંભ કર્યો અને દેશી ભાઈઓને તે સત્ય સમજાયાથી એ કાર્ય તેમણે ઉપાડી લીધું. એ સર્વના અવિશ્રાંત પ્રયત્ન અને ખંત માટે ગુજરાતી ભાઈઓ સદા તેમના અણું રહેશે. ભાષાની અને સાહિત્યની ઉન્નતિ સધાવા સાથે જે જે ઉચિત ભાવનાઓ ષિાઈ છે તે સુવિદિત છે અને ગુજરાત વનીક્યુલર સોસાઈટીને તેનો યશ કેટલેક અંશે ઘટે છે એ નિર્વિવાદ છે. પરિસ્થિતિમાં અનેક અંગમાં સોસાઈટીના પ્રયાસને સમાવેશ થાય છે એ વસ્તુ આ પુસ્તક વાંચનારને સહજ સમજાશે.