________________
મરવા પડ્યું અને એવી અવસ્થામાં છેલ્યું કે, લલ્લુભાઈ રાયચંદ આજકાલનું છોકરું, અમારે ત્યાં કામ શીખ્યો અને તે હાલ અમારા સામું લખાણ કરે છે. પછી વર્તમાન પત્રની પડતી દશાની ખબર લખતાં સમશેર બહાદુરમાં લખ્યું કે એ મારા વર્તમાન કાકારે ! ! ! પછી સમશેર બહાદુરને પણ સપાટામાં લેવાને વખત તેના પ્રતિપક્ષીઓ શેધતા હતા. એવામાં રા. બા. મગનભાઈ કરમચંદના ગુમાસ્તા ધરમચંદ ફુલચંદ વિષે સમશેર બહાદુરમાં કંઈ છાપવામાં આવ્યું. તેથી તેણે રૂ. ૭૪૫૧ ને દાવો બાંધીને આબરૂની ફરીઆદ કરી. તથા મગનભાઈના બીજા ગુમાસ્તા ભાઉ વિશ્વનાથ વિશે પણ કંઈ છાપવામાં આવેલું તેથી તેણે પણ રૂ. ૧૦૦૦ ની લૈબલની અરજી કરી. એ કામની હરકતથી સને ૧૮૫૫ માં સમશેર બહાદુર બંધ કરવું પડ્યું. તે પછી વર્તમાન પત્ર ચાલતું હતું. પણ આગળની પેઠે કેઈની નાલાશ છપાતી નહોતી.”
આ પ્રમાણે “વર્તમાન પત્ર” ને વૃત્તાંત રેચક અનુભવવાળા, રસિક અને બેધપ્રદ જણાશે. દુર્ભાગ્યે તેને એક પણ અંક જેવાને મળી શક્યો નથી; નહિ તો તે વિષે હજુ વિશેષ માહિતી આપી શકાત. કે ગમે તેમ છે પરંતુ ગુજરાતમાં પત્રકારિત્વનું બીજ “વર્ત અને પ્રથમ નાંખ્યું તે પછીથી ફૂલીફાલી વિકાસ પામ્યું છે, એમ ગુજરાતી વર્તમાન પત્રને તવારિખ નવીશ જરૂર કહેશે.
• જુઓ “બુદ્ધિપ્રકાશ'ને સન ૧૮૭૮ ને
એપ્રિલ અંક-પૃ. ૭૭-૭૮.