________________
શેઠ અમારા જેવા સાહુકાર માણસનું એમાં કામ નહિ, એ તે નવરાઓનું
કામ; અમને ફુરસદ ક્યાંથી મળે? વકીલ૦–એમાં તે દંડાઓનું કામ; સમશેર બહાદુર એમનું મોટું
બંધ કરી શકે. દલ–તમે વર્તમાન પત્રને સોસૈટીમાં ગણે છે પણ તેને ને સોટીને
કંઈ સંબંધ નથી. વકીલા–ત્યારે આ શહેરમાં વર્તમાન પત્ર કોણ સમજતું હતું? સંસેટીએજ
એ પાપ ઉભું કર્યું કે નહિ ? શેઠ –ફારબસ સાહેબ જેવા ભલા માણસે સૈટી સ્થાપી. અને ભેગી
લાલભાઈ જેવા સારા માણસ કહેતા હતા કે આ સારું કામ છે, તેથી અમે જાણ્યું કે એમાંથી કંઈ સારું ફળ થશે; પણ એમાંથી તો ઉલટ કુસંપ ને કલેશ ઉત્પન્ન થયો.”
વળી એ આક્ષેપે કેવા પ્રકારના આવતા હતા તે જાણવા સારૂ બીજે એક ઉતારે એમાંથી આપ ઉપયોગી થશે.
વર્તમાન પત્ર બાજભાઈ અમીચંદ પિતાની તરફથી છાપતા હતા. અને તેના સામી ટક્કર લેનાર ખબરદપણ નરમ પડી ગયું. અને વર્તમાન પત્રમાં લખાણ એવું ને એવું જ ચાલતું હતું. ત્યારે બાજભાઈનો રિપોર્ટર લલુભાઈ રાયચંદ હતા તેમને પ્રતિપક્ષીઓએ પુછયું કે હવે એ કઈ સમશેર બહાદુર છે? કે તે વર્તમાન પત્રના સામી ટક્કર લઈ શકે. ત્યારે લલ્લુભાઈએ કહ્યું કે જે મને મદદ મળે તો હું સમશેર બહાદુર. પછી તેને મદદ મળી અને જુદુ શીલાપ્રેસ તેણે કર્યું. અને સમશેર બહાદુર નામનું પત્ર સને ૧૮૫૪ ના જુલાઈ મહિનાથી પ્રગટ કર્યું. તેણે સોસૈટીને એક મેમ્બરનું નામ ટચાક કારીગર પાડયું. અને વર્તમાન પત્રવાળાએ પ્રતિપક્ષીમાંના એકનું નામ ટેકચંદશા અને એકનું નામ લેભદાસ અને એક વકીલનું નામ પ્લીડરપક્ષી પાડયું. એ બંને પક્ષના બધા લખેશરી હતા; લાખ રૂપીઆથી ઓછી આશામી એકે નહતી. કાયદાના સપાટામાં ન આવે એવી રીતે ઉપર લખેલાં નામોથી એક બીજાના કુટુંબનાં લાંછન વગેરે પણ છાપતા હતા. અને એક માણસે ટાંકામાં પડીને આપઘાત કર્યો તે વિષે એવું કહેવામાં આવ્યું કે, સમશેર બહાદુરના લખાણથી તે ખુન થયું. એટલું થયા પછી વર્તમાન પત્ર નરમ પડયું. અને પછી સન ૧૮૫૫ માં