________________
ર
ચેડાક ભાગ, એમની સાર્વજનિક પ્રવૃત્તિને લગતા ઉપર નોંધ્યે છે; અને એ સમયની લોકલાગણીને ઉમળકા અને આનંદ પ્રગટ કરતું શ્રીયુત ડાલાભાઇ દેરાસરીએ, એ પ્રસંગ માટે એક કાવ્ય રચ્યું હતું તેમાંના કેટલાક ભાગ તેને ખ્યાલ આવવા ઉતારીશું:
‘ગોપાળ ગુણ ગ્રામ ગાન ગાઓ યશે ભરિયાં રાજનગર વાસ કરી કાજ શુભ કરિયાં.
દાઝ જાણી દીન જનનાં તન મન ધન બિરયાં—ગા॰ ૧
66
મદદ થકી જેની શુભ કામ થીર ઠરિયાં ક્ષમા શીલ શાંતિ જેના ચિત વિષે રિયાં ”—ગા॰ ૨
( સન ૧૮૭૭, ડાહ્યાભાઈ દેરાસરી )
વળી એમનુ સ્મારક કરવા જાહેર ફંડ ઉધરાવવામાં આવ્યું હતું, તે સન ૧૮૯૧ માં સેાસાટીને સોંપાયું હતું. તેના હેતુ એ હતા કે “એ ક્રૂડનુ વ્યાજ દર વર્ષે રા. બા. ગેાપાળરાવ હિરના નામથી દેશી કારીગરી કે દેશી હુન્નરને ઉત્તેજન આપવામાં ખવું.”
છેલ્લે જ્યારે પુનામાં એમના મૃત્યુ માટે ખેદ દર્શાવવા શહેરીઓની જાહેર સભા મળી તે અવસરે એમના કામકાજને નજીકથી જોનાર અને ગાઢ પરિચયમાં આવનાર સ્વ. લાલશ કરે. જે ગુણાવલોકન કર્યું હતું, તે એમની અમદાવાદની સાનિક પ્રવૃત્તિને યથા ખ્યાલ આપશે:
66
રા. બા. દેશમુખ અમદાવાદ અને એકંદરે ગુજરાત પ્રાંતમાં દેવ મુનસિક મનાતા; તેનુ કારણ એ જ કે, એમની વૃત્તિ અને વર્તન એ પ્રકારનુ હતું. અમદાવાદમાં તેઓ બાર વર્ષ રહ્યા હતા. તે આવ્યા ત્યારે અમદાવાદમાં સુધારક વિચારની કાઈ પણ પ્રવૃત્તિ નહેાતી, તો પછી એ જાતના વિચાર પ્રચારક મંડળીની વાત જ શી ? પણ એમણે સ` પ્રકારની સમયે ચિત સુધારણાની મંડળીએ સ્થાપી અને અમદાવાદમાં નવજીવનને સંચાર કર્યો હતા, એમ કહીએ તા પણ ચાલે. ત્યારથી સુધારાનુ પગરણ બેઠું અને સમાજ ધીમે ધીમે સુધારાના પંથે વધવા લાગ્યા. અમદાવાદની ઘણીખરી જાહેર સંસ્થાઓ સાથે સરદાર દેશમુખને પ્રત્યક્ષ સબંધ હતો. જ્યારે એમની અમદાવાદથી નાશિક બદલી થઈ ત્યારે આથાય વૃદ્ધ સૌને એમના માટે