________________
વસ્તુતઃ ગુજરાતમાં પ્રથમ અઠવાડિક પત્ર કાઢનાર સાઈટી અથવા એમ કહીએ કે ફર્બસ સાહેબ હતા અને તેમાં ગૈરવ લેવા જેવું એ છે કે વર્તમાનપત્રની સ્વતંત્રતા અને વાજબી હક્ક માટે કમિટીએ તેના અસ્તિત્વના જોખમે .ભી. હેરિસનના કેસમાં માનભરી લડત ચલાવી હતી, જે વિષે હવે પછી કહીશું. . એ પત્રની ઉપયોગિતા અને લોકપ્રિયતા વિષે એટલું નેંધવું બસ થશે કે સરદહુ પત્ર તે વખતે દર બુધવારે નિકળતું હતું, તેથી બીજા સ પાને લોકે “બુધવારીયું” નામે ઓળખતા હતા, અને તે પછી તેનું અનુકરણ કરીને તેમાં તેની હરીફાઈમાં બીજાં પત્ર પણ નિકળ્યાં હતાં.
એ “વર્તમાન” અઠવાડિક પત્રની જનતાપર શી અસર થઈ હતી તે જાણવાને આપણી પાસે કાંઈ સાધન નથી, તેમ એ પત્રના છૂટક અકે પણ ઉપલબ્ધ નથી; પણ મગનલાલ વખતચંદે સન ૧૮૫૧ માં પ્રકટ કરેલા અમદાવાદના ઈતિહાસ” માં થેક વિવેચન કરેલું છે, તે જાણવું ઉપયેગી થઈ પડશે. પ્રસ્તાવનામાં તે લખે છે –
“આ સેસાઇટી નહોતી થઈ નેં “વરતમાંન” હેતું છપાતું તાહારે લોકોનેં વાંચવાને હાલ જેટલો શેખ નોહતો પણ હાલ વાંચવાનો શેખ વધે એવું એક વાત ઊપરથી માલુમ પડે છે શાથી જે ચેડા દહાડાની વાત ઊપર વણાટીઆ લાકે કે જે જાજી વિદાની તમાં રાખતા નથી, તેમાંના એક પિતાની ગાંઠના પિશાથી એક ચેપડી વેચાથી લઈ પિતાને વાંચતાં ન આવડે તેથી બીજા પાસે વંચાવતા હતા ને વાંચી રહ્યા પછી તેઓ બોલાઃ “વાહ! વાહ ! શી બુદ્ધિપ્રકાશની વાત લખી છે. આપણે રાતરે નામુ લખી રહ્યા પછી જે ગપા મારીએ છીએ તેના કરતાં જે ચેપડીઓમાંની આવી આવી વાત જાણીએ તે ઘણું જ શીખામણ તથા સુધી આવે.”
એટલે શેખ વધવાનું કારણ વરતમાંન છે. શાથી જે વરતમાનમાં દેશદેશની હકીગત, ભાવતાળ હસવા જેવી નકલ ઈયા કાંઈ ઊથલપાથલના સમાચાર છપાય છે તેથી લોકે પિતાના સ્વાર્થનેં માટે માગી લાવીનેં ઈઆ હરેક પ્રકારથી વાંચે ને કઈ વાંચતું હોય તહારે પિતે તેની ઘણી પળશી કરીને પુછે છે કે “ભાઈ કાંઈ નવાજુની છે.........વગેરે.
(પૃ. ૩–૪) અત્યારે “વર્તમાનપત્ર” પર અનેક પ્રકારના કાયદાનાં શસ્ત્રો ઉગામેલા ડેમોકિલાસની તરવારની પેઠે ઝઝુમી રહેલા જJય છે, તે તે વખતે - જ્યા નવી સત્તા સ્થિર થઈ ન હતી અને અજ્ઞાનતા અને જેહુકમને