________________
પ્રકરણ ૧૭.
આશ્રયદાતાઓ.
“By doing good with his money a man as it were stamps the image of God upon it, and makes it pass current for the merchandise of heaven. "
Rutledge. જે સમયે સાઈટી સ્થપાઈ ત્યારે અંગ્રેજ મુલ્કી અધિકારીઓની સત્તા અને પ્રભાવ એટલા જાદે અને પ્રબળ હતાં કે એમને એક શબ્દ દેશીઓને આજ્ઞા રૂપ થઈ પડતે; તેથી સોસાઈટી માટે ફંડ ઉભું કરવામાં તેના સંચાલકોને શરૂઆતમાં ઝાઝી તકલીફ પડી નહેતી અને પહેલા વર્ષમાં જ લગભગ રૂ. ૧૦,૦૦૦ નું ફંડ તેઓ એકઠું કરવાને શક્તિમાન થયા હતા.
પરિશિષ્ટ ૫ માં પ્રથમ નાણાં ભરનારાઓની નામાવલિ આપી છે, તે જોતાં જણાશે કે એ કાર્યમાં યુરોપિયની સહાયતા હી નહોતી; અને સન ૧૮૭૩ માં આસિ. જડજ મી. એમ. એચ. સ્કટ સેસાઈટીના સેક્રેટરી પદેથી છૂટા થતાં સુધી સાઈટીનું તંત્ર-વહિવટ પ્રથમથી એક યુરોપિયન હસ્તક હતો એ વિસરવું જોઈએ નહિ.
હિંદીઓ તેમાં અલ્પ પ્રમાણમાં હતા, ત્રીજા વર્ષની કમિટીમાં ઈગ્રેજી સ્કૂલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલભાઈનું નામ મળી આવે છે. પણ જેમ સેસાઈટીના ઉદ્દેશને પરિચય થતું ગયો અને એને આશય સમજવામાં આવ્યો તેમ હિન્દીએ તેમાં જોડાવા લાગ્યા; છતાં સન ૧૮૫૮-૫૯ ના રીપોર્ટમાં ઍન. સેક્રેટરી જણાવે છે કે “ગુજરાતમાં વિદ્યાના ફેલાવ વાતે સોસાઈટીએ આટલું બધું કામ કર્યું અને અદ્યાપિ પરિયંત પણ કર્યા જાય છે એવું છતાં તેને આશ્રય આપનારા ઘણા થોડા છે એ ઘણું અજાયબ જેવું છે.”
જુદી જુદી દિશામાં સેસાઈટીએ અનેક પ્રકારનાં કેળવણીનાં કાર્યો આરંભથી ઉપાડી લીધાં હતાં અને તે એટલાં ખર્ચાળ અને ખોટનાં હતાં કે
* ગુ. વ. સંસાઈટીને સન ૧૮૫૮-૫૯ ને રીપોર્ટ, પૃ. ૧૧.