________________
૨૦૯
જ્ઞાન આપે એવાં પુસ્તકે ચેડાં છે. એવાં પુસ્તકે ચેડાં જ માણસ વેચાતાં લે છે. તેથી નવા રચી પ્રગટ કરવાની ઈચ્છા વિદ્વાનોને થતી, માટે સારા ગ્રંથે વાંચવાનો શોખ જોઈએ તેવી ઉતાવળે વધતો નથી, ને વિદ્યાના પ્રસારમાં ઢીલ પડે છે, માટે નાનાં મોટાં પુસ્તકે રચાવી સસ્તે ભાવે ઘણા લે તેમ કરવાને યત્ન કરે. આવા જ હેતુથી દક્ષિણ દેશમાં રાવબહાદુર ગોપાળરાવ હરી દેશમુખાદિ સજ્જનોએ ભેજના કરી છે, તેવી જ ગુજરાતમાં કરવી. ગુજરાત વર્નાક્યુલર સેર્સટી કેટલાંક વરસથી સારાં પુસ્તકોને ફેલાવો કરવાની કોશીશ કરે છે, પણ તે ચોપડીઓ વેચાતી લઈ વાંચવાની ઈચ્છા લેકમાં જણાતી નથી તેથી મનમાનતી રીતે સોસૈટીનો હેતુ પાર પડતે નથી. આ અડચણ ખસેડવાને મેનેજિંગ કમિટીએ ઠરાવ કર્યો કે દેશનું હિત ઈચ્છનારા રાજા રજવાડા, સચૈહ અને વિદ્વાનોને વિનતિ કરવી કે દર વરશે ઓછામાં ઓછાં પાંચ રૂપીઆનાં પુસ્તકે સોસૈટી પાસેથી વેચાતાં લે. એવું કરવાની એક હજાર સહીઓ મળે છે. સારા ગ્રંથનો વધારો થવામાં અડચણ રહે નહિ. એ સહીઓ મળેથી ગ્રંથે રચનારાને ઉત્તેજન આપી નવાં પુસ્તકે રચાવી પ્રગટ કરવાં. આ હરાવ પરથી સ્વદેશ મિત્રોને વિનતિ કરવામાં આવે છે કે તેમણે પિતાનાં નામ નીચે સહી કરનારને કે સેન્સેટીના આસિસ્ટંટ સેક્રેટરી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈને મોક્લવાં.”
તા. ૧ લી એપ્રિલ સન ૧૮૭૮ ગુ. વ. સોસૈટી અમદાવાદ.
- મહીપતરામ રૂપરામ,