________________
૨૦૬
ભાષણની સરસાઇ ગુણથી બતાવવામાં આવશે. બધા મળીને ૧૦૦) ગુણ મુકરર કરવામાં આવ્યા છે. તેમાંથી ૫૦)ગુણ ભાષણની મતલબ એટલે હકીકત, દલીલ, વિષયની રચના વગેરેના, ને ગુણ પ૦) ભાષણની રીતિ એટલે ખેલવાની રસિકતા, છટા અને શુદ્ધ ભાષાની ઉપર ધ્યાન રાખી આપવામાં આવશે.
66
૫.
૬. બધા ઊમેદવારાનાં ભાષણ થઇ રહેશે એટલે પરીક્ષક કમિટી સથી વધારે ગુણ મેળવનાર ત્રણ ઉમેદવારનાં નામ નક્કી કરશે તે તે ઊમેદવારને ગુણ પ્રમાણે પદર, દસ ને પાંચ રૂપીઆનું ઇનામ મળશે.
૭. સ્મરણને વાસ્તે ઉમેદવાર હાથમાં ટુંકું ટીપણ રાખીને જોશે તે હરકત નથી પણ ઘેરથી લખી લાવેલું વાંચી સભળાવા દેવામાં નહી આવે. ’×
તેમજ પુસ્તક વૃદ્ધિ કરવા સારૂ પુસ્તક વેચાણ વધારીને તેમાંથી ગ્રંથકારને મદદ આપી શકાય એવી અજમાયશ સાસાઈટી તરફથી કરવામાં આવી હતી તેની તેધ કરીશું. એ અજમાયશ મહારાષ્ટ્રમાં રાનાડે અને ગાપાળ રિ દેશમુખે પુસ્તકવૃદ્ધિ અર્થે જે નિવેદન પ્રસિદ્ધ પત્ર બહાર પાડયું હતું તેનું ફક્ત અનુકરણ હતું. બીજી રીતે પણ એ માહિતી ઉપકારક છે. એક તે! એ સમયનું પુસ્તક વાચન, પુસ્તક વેચાણ અને પુસ્તકના પ્રચાર કેવા હતા તેને તે કંઇક ખ્યાલ આપે છે; બીજું, એમાં દર્શાવેલી સસ્તા પુસ્તક વેચાણની યાજના આજ પણ અનુસરવા જેવી છે; અને ત્રીજું સાસાઈટી પુસ્તકપ્રકાશન અર્થે શી રીતે કાર્ય કરતી હતી અને તેમાં કેવી અડચણા તેને નડતી તેની માહિતી મળે છે. પ્રથમ વસ્તુસ્થિતિ સમજાવતી નોંધ આપેલી છે. અને તે પછી મેનેજીંગ કમિટીની સમતિ લઈ પ્રસિદ્ધપત્ર છપાવ્યું હતું: તે અને અમે નીચે આપીએ છીએઃ—
“ ગુજરાતી ભાષામાં એવાં પુસ્તક ગુજરાતીઓને પુરાં પાડવાનું કામ ગુજરાત વર્નાક્યુલર સોસૈટીનું છે પણ દક્ષિણીને વાંચવાને જેટલા શાખ છે એટલે! હજી ગુજરાતીઓમાં જણાતા નથી. મરાઠી વાંચનારા એક હજાર ધરાક તેને મળી આવશે પણ ગુજરાતી વાંચનારા એક હજાર ઘરાક કયાંથી મળે ? જો એક હજાર કરતાં ઓછા ઘરાક મળે તે પણ સાલૈટી તે કામ માથે લેવાને ઘણી ખુશી થશે. વળી જે જે પુસ્તકો
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૨, પૃ. ૨૮૨-૮૩,