________________
૧૪.
તમે જ્યાં જ્યાંહાં જાઓ ત્યાં તમારા મનની ઈચ્છા પૂરી થાય અને ત્યાંહાંની મંડળમાં પણ પ્રખ્યાત થાઓ અને આવી રીતે માનપત્ર પામે.
સહી ટી. બી. કટીસ સાહેબ આનેરી પ્રેસિડેન્ટ છે રાવસાહેબ પ્રાણલાલ મથુરાંદાસ. » મહેતાજી તુળજારામ સુખરામ. • રણછોડ ઊદેરામ સેકટેરી. ઇ લાલભાઈ રૂપરામ પ્રમુખ. • કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ઉપ પ્રમુખ. » હરીલાલ દામોદર (નોર્મલ કલાસની તરફથી)”x
ગુજરાતમાં આ જાતનું મંડળ અમે જાણીએ છીએ ત્યાં સુધી એ પ્રથમ હતું અને તેનું કામકાજ સભાએ ઘડેલા અને મંજુર કરેલા નિયમપૂર્વક થતું હતું. કાયદાકાનુનની દૃષ્ટિએ તે ખરડે બહુ ઉપયોગી નહિ હોય; પણ તેમાંની કેટલીક માહિતી જરૂર રમુજ આપશે તેમ તેને વહિવટ કેમ થત હતે તે લક્ષમાં આવશે
વિદ્યાભ્યાસક મંડળી. (સ્થાપવામાં આવી તારીખ ૨ ફેબરૂઆરી સન ૧૮૫૧)
તા. ૨ જી જાન્યુઆરી સન ૧૮૫૮ સુધી સુધારેલા કાયદા. ૧. આ મંડળી દર પખવાડિયે શનીવારે સાંજના ૭ કલાક વાગત ભરાશે. ૨. એક આનરેરી પ્રેસીડેન્ટ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને બીજા
કારેબારિયે મળીને આ સભાનું કામ ચલાવશે. . આ સભામાં જે કોઈ સખસ સભાસદ થવાની ખાસ રાખતાં હશે
તેને કારોબારી મંડળીના અનુમત્તથી સભાસદ કરવામાં આવશે.' ૪. આ સભાના ખરચ સારું દર સભાસદ પાસેથી દર વર્ષને આરંભે
ઓછામાં ઓછા બે આના લવાજમ લેવામાં આવશે. તે ઉપરાંત જે કઈ સાહેબ આપશે તે ઉપકાર સાથે લીધામાં આવશે. અને જે કંઈ
બક્ષિસ દાખલ આપશે તે પણ મેટા એશાનથી લીધા માં આવશે. ૫. આ મંડળીની વર્ષોવર્ષની છેલ્લી બે કે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને
કારેબારિઓને છુપા મતથી પસંદ કિલ્લામાં આવશે.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૭, ૫. 19
:
.