________________
અને આનંદ, રસ વૈભવ અને વિલાસ, માનસિક સ્વસ્થતા અને સુખ મેળવવા માટે હમેશ ઝંખે છે, તે માટે સતત પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિમાં જ તે સતિષ અને શાતિ પામે છે.
અગાડી આપણે જોઈ ગયા છીએ કે સમાજ જીવન ભયગ્રસ્ત હતું, અને જાનમાલની સલામતી નહોતી; તેમ છતાં આવા વિકટ અને અશાન્ત સમયમાં પણ જનસમાજ આશાના તંતુ પર રાચતે. ધર્મમાંથી બળ અને પ્રેરણા મેળવતે; કથા વાર્તા, ભજને, પદ અને ગરબી વગેરેમાંથી જીવન રસ–ઉલ્લાસ માણતા દેખાય છે. તે વડે જ એ દુ:ખમાં ટકી રહી શકે છે, અને આશ્વાસન પામે છે. તેમાં જ તે જીવનનું, સાર્થક્ય અને ધન્ય પળ અનુભવે છે.
આ પ્રમાણે પ્રજાનું માનસ ઘડે અને વિકસાવે એવાં પ્રવર્તક બળે, પ્રાણપષક અને પ્રેરક, એ કાળે ક્યાં હતાં એ અવલોકનથી આપણને તત્કાલીન સમાજ સ્થિતિનું આછું ઘેરું ચિત્ર આપણી આંખ સમીપ ખડું થશે.
અહિં અંગ્રેજ અમલ શરૂ થયે તે આગમચ અયોધ્યા પાસેના છપૈયા ગામના રહીશ શ્રી. સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં આગમન કરી, કાઠી, ધારાળા, રજપૂત અને એવી બીજી પછાત કોમની રહેણીકરણી અને આચારવિચાર બદલી, એમને સનમાર્ગે પ્રેરી, એમનાં જીવન ઉજજવળ, સંતેલી અને સુખી કરી મૂક્યાં હતાં તેની કેઈથી ના પાડી શકાશે નહિ.. ઓગણીસમા સૈકાના આરંભમાં એમણે જે પ્રચંડ ધાર્મિક પ્રચારકાર્ય કર્યું હતું, તે જેમ અદ્દભુત તેમ ક્રાન્તિકારી હતું. વળી એ સંપ્રદાયે આપણને બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુલાનંદ, દેવાનંદ જેવા પ્રતાપી ભક્ત શિષ્ય અને કવિઓ આપેલા છે, અને તેમનું લખાણ નીતિ તત્વ અને ભક્તિ ભાવથી ઉભરાતું, ગુણ અને જથામાં થોડું નથી.
એ મહાન પુરુષને પ્રભાવ તે સમયે પ્રજા પર પુષ્કળ પડયો હતે; અમદાવાદના સુબા શેલકરે એમની કનડગત કરવામાં કચાશ કરી નહતી, તેમાં બિશપ હેબર અને મુંબઈના તે કાળના ગવર્નર સર જોન માલ્કમે એમની ખાસ મુલાકાત લઈ, એમનું સંમાન કર્યું હતું તે હકીક્ત પણ ઓછી ગારવા ભરી નથી; અને ગુજરાતી જનતાને ઉંચી પાયરીએ લઈ જવામાં જે કિમતી ફાળો એમણે આપ્યો છે તે કદી ભુલાશે નહિ.
ડભોઈને રસિક કવિ દયારામ તે અરસામાં વૈષ્ણવી સાંપ્રદાયિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારી વલ્લભ કુળની કીર્તિ અને મહિમા વિસ્તારવાને સ્તુત્ય પ્રયત્ન સેવત હતે; પણ તેની કીતિ એક ગરબી લેખક કવિ તરીકે વધારે