________________
શક્તિ પ્રમાણે કરાવિને સૌ દામ દઈ ગુરુને નમતું; ઈંધનની આપતિ ન મળે, દૂધ દહીં આવી મળતાં. ફળ કેરી, રાયણ, સીતાફળ, મળતાં ઝટ ઝાડે ફળતાં. અમુક ભણતરે એક રૂપીઓ, હસતે મુખ આગળ ધરતા, સાધારણ કેળવણું પાછળ, એ રીત ખર્ચ ઘણે કરતા.”
(પૃ. ૨૪. ) આ ઉપરાંત લોક શિક્ષણ અર્થ ભાટ ચારણ, પુરાણું અને કથાકારે પણ સરસ કાર્ય કરતા હતા. લોક વાર્તા અને લેક ગીત, યશ ગાથા અને શર્ય કાવ્યો સંભળાવીને તેઓ જનતાને પ્રોત્સાહિત કરતા, તેમનાં મન રંજિત કરતા તેમ તેમને પ્રેરણા પાતા હતા; મહાભારત, રામાયણ અને પુરાણદિકમાંથી ભાવપૂર્ણ અને પ્રબેધક પ્રસંગેને કાવ્યોમાં ગુંથી તથા ગાઈ પ્રજાજીવનને ઉજાળતા; તેમના પર નીતિ અને ધર્મના સંસ્કાર પાડતા અને તેમને નવું ચેતન અને જીવન બક્ષતા હતા.
ફક્ત પંડિત વર્ગ જેમની પાસેથી આપણે વધારે અને ઉચ્ચ શિક્ષણની અપેક્ષા રાખીએ તે એકમાગ અને પ્રજાજીવનથી વિમુખ રહેતું હતું. તેઓ દર સ્થળે જઈ વિદ્યાભ્યાસ પૂરે કરી ઘેર પાછા ફર્યા પછી પણ સર્વ વ્યવહાર સંસ્કૃતમાં કરતા, એટલું જ નહિ, પરંતુ માતૃભાષાને પણ અવગણતા. કવિ પ્રેમાનંદે આવા પંડિત પુરાણુઓની કરેલી ઠેકડી રસિક સાહિત્યવાચકની જાણ બહાર નહિ જ હોય ! જનતા પણ તેમને “વેદિયા” કહી હસતી હતી, એટલે એમના તરફથી માતૃભાષાને કંઈ પણ ઉત્તેજન કે બળ મળતાં નહિ અને તેથી માતૃભાષાનું સાહિત્ય પાંગળું અને અણવિકસેલું રહેતું હતું.
આના સંબંધમાં સન ૧૮૪૪ ના બોર્ડ ઓફ એજ્યુકેશનના પહેલા જ રીપેર્ટમાં જે ટીકા કરેલી છે તે નોંધવી પ્રસંગચિત્ત ગણાશે –
આજ લગી બહુ કરીને એમ હતું કે, જેમણે એ પાઠશાળામાં વિદ્યાભ્યાસ પુરે કરશે, તેને પિતાની સ્વભાષામાં શુદ્ધ એવું સાધારણ પત્ર પણ લખતાં અથવા વાંચતાં કઠણ પડતું. તેમનામાં વ્યવહારિક જ્ઞાનને અભાવ કારકુન પિતાને શાસ્ત્રમાં ગમ્ય છે એમ કહેતા નથી; પંડિત વેહેવારમાં છેક નિરુપયોગી છે.”
પરંતુ ઉપર જણાવ્યું તેમ એકલાં જીવન નિર્વાહનાં સાધન અને અર્થ પ્રાપ્તિથી મનુષ્ય જીવનને તૃપ્તિ થતી નથી. તેને આત્મા બૌદ્ધિક ભોગ