________________
૧૧૯
ત્યારબાદ રા. સા. મહીપતરામે પહેલા અને બીજા ભાગાની સુધારેલી આવૃત્તિ એક પુસ્તકરૂપે કાઢેલી તે લગભગ વીસમીસદીના પ્રથમ દાયકા સુધી પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાના છેવટના વર્ગમાં એક પાઠ્ય પુસ્તક તરીકે પુષ્કળ પ્રચાર પામ્યું હતું; અને ગઈ પેઢી સુધી આપણી જુની કવિતાના સંસ્કાર આપણામાંના ઘણાખરાને એ જ પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલા, એમ નિઃશંક કહી શકાય.
66
એના ગુણદોષ કે મૂલ્ય વિષે આજે અમે કંઈ કહીએ તેના કરતાં એ વખતે જ સાસાઈટીના આનરરી સેક્રેટરી મી. કિસે એ કાવ્યસંગ્રહ વાંચીને જે અભિપ્રાય બાંધ્યેા હતેા તે ઉતારવા એ વધુ બંધબેસ્તું થશે. ૧. આ ચેાપડીને ગુજરાતી કિામેથી નામ છાજે નહિ, કારણ કે, તેમાં માત્ર ગુજરાતી કવિયેાની સારી સારી છૂટક કવિતા લેવામાં આવી છે. આપની ઇચ્છા એવી હતી કે, ગદ્ય તથા પદ્ય એહુમાંથી વિષયે। ચૂંટી લે, આ ચેાપડીમાં આણવા. પરંતુ તે પ્રમાણે કરવામાં નથી આવ્યું, તેનાં કારણ હું ટુંકામાં લખી જણાવું છું. ગુજરાતી પદ્યનાં હાથે લખાએલાં જૂનાં પુસ્તક ઘણાં છે, અને તેમાંની ઘણી ખરી મતલબ ગુજરાત પ્રાંતના અદ્દા ભાગમાં પ્રસિદ્ધ છે. તેએ ઘણું કરી શુદ્ધ ભાષામાં રચાએલાં છે; તેથી તેમના બનાવનાર વિદ્વાન હતા એવું કહી શકાય. પણ ગદ્યના ગ્રંથ થેાડા છે; અને તેમાંની ભાષા હવાનાં સમયમાં કોઈ અભણેલ માણસ જેવી અશુદ્ધ ભાગ વાપરે તેવી છે. કેટલાક ગ્રંથ જતીએ રચેલા છેઃ તેઓ મારવ.ડમ થી ગુજરાતમાં આવ્યા, માટે તેમના ગ્રંથમાં પુષ્કળ મારવાડી શબ્દ તથા રૂઢિ છે. દેશની કથા, ચિરત્ર, મહાત્મ્ય આદિ લેઇને, કવિતામાં કે હિંદી, અથવા વ્રજભાષામાં જોવામાં આવે છે. સંસ્કૃત રામાયણ અને મહાભારતનાં ભાષાંતર ઘણું કરી ગુજરાતી કવિતામાં છે. વળી આ કાવ્યદોહનનું પુસ્તક આપને જેવું જોઇએ તેવુ એક રીતમાં નથી, તે એ કે, ગુજરાતી ભાષાની વૃદ્ધિ થઈ હોય એવું તેમાંથી જણાતું નથી; કારણુ કે આદિથી અંત સુધી એક પ્રકારની ભાષાની ધાટી જેવામાં આવે છે, તે પણ મારે એટલું જણાવવું જોઇએ કે, સામળ ભટ્ટ, જેમણે આશરે સંવત ૧૭૩૫ ના વર્ષમાં ગ્રંથ રચ્યા, તેમની પહેલાંના પ્રાચીન કવિયાએ હિંદી કે ઉર્દુ શબ્દ જવલેજ વાપરા છે; પણ સામળ ભટ અને તેની પછી જે કવિયા થયા તેમણે તેવા શબ્દ વાપર્યાં છે ખરા; પણ તે ઝાઝા નથી.
:
ર. વાસ્તે આ પુસ્તકને “ ગુજરાતી કવિયાની કવિતાને સાર સંગ્રહ ”