________________
૧૧૮ હોપ વાચનમાળાનું કામ પૂરું ને થયું એટલામાં તે ડાયરેકટર ઑફ પબ્લીક ઈન્સ્ટ્રકશન મી. હાવર્ડની માગણીથી કવિ દલપતરામે “શહેર સુધરાઈ” પર એક નિબંધ લખી આપ્યો હતે; અને એમના આ અને અન્ય કાર્યોથી પ્રસન્ન થઈ, તેની કદર તરીકે, કવિશ્રી દલપતરામને કેળવણી ખાતાએ સન ૧૮૬૦માં અમદાવાદ હાઈસ્કૂલમાં અને સન ૧૮૬૧ માં ટ્રેનિંગ કૅલેજમાં એકેક કલાક કવિતા શિખવવાની પરવાનગી આપી; એ રીતે રૂ.૫૦)ની માસિક આવક કરી આપી.
ગુજરાતી કાવ્યદેહન તદુપરાંત મે. હાવર્ડ સાહેબે ગુજરાતી કાવ્યદેહનનું પહેલું પુસ્તક સંપાદન કરવાનું કામ તેમને સોંપીને કહ્યું કે “જે તે પુસ્તક સારું થશે તે ડાયરેકટર સાહેબ રૂ. ૫૦૦) ઈનામના આપશે;” અને સદરહુ કાર્ય માટે
સાઈટીની મેનેજીંગ કમિટીની અનુમતિ મેળવીને એમને એવી સવડ કરી આપવામાં આવી હતી કે, તેઓ એ પુસ્તક સોસાઇટીની નોકરીના વખતમાં રચે, એટલું જ નહિ પણ લખવા વાંચવાને વાસ્તે કારકુન રાખવા વગેરેનું જે ખર્ચ થાય તે સરકાર આપશે.
ખૂબ પરિશ્રમ લઈ તેમણે નવ માસમાં તે પુસ્તક તૈયાર કરીને મે. ડાયરેકટર સાહેબને સોંપી દીધું અને તે એટલું બધું લોકપ્રિય નિવડયું કે જુજ સમયમાં તેની બે આવૃત્તિઓ નિકળી, ૩૦૦૦ પ્રતે ખપી ગઈ; એથી ખુશ થઈ મે. હાવર્ડ સાહેબે તેનું બીજું પુસ્તક રૂ. ૧૦૦૦ નું પારિતોષિક આપીને કવિશ્રી પાસે રચાવ્યું હતું.
આપણું પ્રાચીન કાવ્ય સાહિત્યને પરિચય કરાવતું આ પહેલવહેલું પુસ્તક હતું: પ્રથમ ભાગ, ત્રણ ખંડમાં વહેંચાયો હતો અને ત્રણ ખંડેનું એક પુસ્તક સન ૧૮૭૬ માં થયું. જુના કાવ્યદેહનનાં પુસ્તકો છપાવવાને હક્ક સરકારે સોસાઈટીને સોંપ્યો તે પછી તરત જ તે બહાર પડયું હતું. એ જ વર્ષના સપ્ટેમ્બરના અંકના પુઠપર કાવ્યદેહનનો સ્વીકાર કરતાં લખેલું છે કે “કાવ્યદોહનનું પહેલું પુસ્તક જેમાં ત્રણ ભાગ છે તે, કવિ દલપતરામ ડાહ્યાભાઈએ છપાવી પ્રસિદ્ધ કર્યું છે, તેની એક નકલ ભેટ દાખલ અમને પહોંચી છે."*
છે જુઓ “બુદ્ધિપ્રકાશ,” સન ૧૮૭૮; પૃ. ૧૪૮. » “બુદ્ધિપ્રકાશ,” સન ૧૮૭૬, પૃ. ૧૯૩.