________________
પાડો છે, માટે તે વાત તમે કબુલ કરે તો આ વાત અમે કબુલ કરીયે.
પછી તેમ થયું, તોપણ ચસમા, અને ગુમાસ્તે એ બે શબ્દોમાં સકાર લખવાનો ઠરાવ રાખે. “ચૂક ‘એમાં દીર્ઘ ઊ લખવાને ઠરાવ, રાખ્યો. “હ” શબ્દ વિષે મેહ, મહે,મેહ, મેં, એ રીતે જુદા જુદા વિચાર અપાયા. મૂળ શબ્દ “મુવ” અને હ અને ઉનો એ, જેમકે ચિત્રલેખા, ચિત્રલેહા, ગુડને ગોળ તે પ્રમાણે જોતાં “મેહ” લખવું જોઈએ, પણ છેવટ “ મેં ” એમ લખવાનો ઠરાવ થયો. “નહિ શુદ્ધ સંસ્કૃત છે, તે પણ તે ઉપર નજર ન રાખતાં “ નહીં” એમ લખવાનો ઠરાવ થયે. જ્યાં ઈ, એ, ; આવે અને તેની પછવાડે એ, આ વગેરે સ્વર આવે, ત્યાં “મા” ” ઉચ્ચાર થાય તે પણ આ, એ લખવા; અને તેના ઉચ્ચાર, યા, યે, એમ કરવા. જેમકે નદીઓ, કવિઓ, વાણીઆ, ઇત્યાદિ. પણ
તૈયાર' એમ લખવું, કારણ કે એ ઠેકાણે ફારશીમાં બેવડો ય છે, માટે ય લખ. હુશીઆર આશીઆ ખંડ એમ લખવું. ફક્ત એક જણે એવી તકરાર લીધી કે વાવ્ય, આંખ્ય, ઈત્યાદિક શબ્દો કે જેના અશલ શબ્દ ઈકારાંત છે, વાવ, મલ, તેએામાં યકાર જોડવા જોઈએ. એ વિષે છેવટ ઠરાવ થયો કે, ઘણા જોડાક્ષરે લખવાથી પારશી લોકે કંટાળે છે. માટે. એવા શબ્દોમાં યકાર જોડવા નહીં; પણ જ્યાંના લોકે યકારનો ઉચ્ચાર, કરતા હોય, તે લોકે ભલે તેમ ઉચ્ચાર કરે તેમાં મહેતાજીઓએ ઉચ્ચાર ફેરવાવવો નહીં. નાનું, મોટું, એમ લખવું. પણ નાનું, મોટું, હાનું, મહેસું, એમ લખવું નહીં. કહેવું, રહેવું, એમ લખવું. હ અને ડ ડે. આવે ત્યાં ઢ લખવો. જેમકે કાઢવું, વાઢવું ઇત્યાદિ. પણ તે ૮ ને ઉચ્ચાર હ અને ડ જોડેલા હોય તે રીતે કરે. અનુસ્વારની પરદેશી લકે ભૂલ કરે છે, માટે બીજી વિભક્તિ ઊપર અનુસ્વાર લખવો નહીં, અને ત્યાં અનુસ્વારનું ઉચ્ચાર કરતા હોય તેમજ કરવા દે. એ અનુસ્વાર વિના, કોઈ ઠેકાણે અર્થ ફરી જાય છે. જેમકે–
અથS વાણીઆને છોકરે લાકડી મારી ) વાણીઆના છોકરાએ લાકડી મારી. વાણીઆને કરે લાકડી મારી ! છોકરે વાણીઆને લાકડી મારી.
એ રીતે અર્થ ફરી જાય છે તો પણ અનુસ્વાર લખવો નહીં એ ઠરાવ થયો. કિમત કિલ્લો, દિલ્લી, મીઠું, ચેખું, લખવું. માલુમ નહીં પણ “માલમ લખવું. બહાર નહીં પણ “બહાર ” “પહાડ” લખવું. નેહેતું