________________
૧૧૧ . પણ એ કમિટીમાં આ જોડણીને પ્રશ્ન કેવી રીતે ચર્ચા અને જુદા જુદા શબ્દોની જોડણી વિષે સમાં કે મતભેદ થતે તેનું રસિક
ખ્યાન કવિ દલપતરામે પડદા પાછળથી “ગુજરાતી લખાણ વિષે” એ શિર્ષક નીચે કર્યું છે, તે કમિટીની પદ્ધતિ પર તેમ તેના કામકાજ વિષે સારે પ્રકાશ પાડે છે, અને તેનું વાચન એ વિષયમાં રસ લેનારાઓને જરૂર ઉપકારક થશે. એ લખાણ નીચે પ્રમાણે છે –
મી. હેપને ઠરાવ. મેહેરબાન ટી. સી. હોપ સાહેબે જ્યારે સાત ચેપી નવી રચાવી ત્યારે ગુજરાતના સઘળા વિજીટર સાહેઓને અમદાવાદમાં એકઠા કરીને, એવો ઠરાવ કર્યો કે ગુજરાતી લખવાની એકજ રીત નકી કરવી. પછી તે વિદ્વાને કેટલાએક શબ્દોને વિચાર કરવા લાગ્યા. પ્રથમ એવી વાત કહાડી કે હસ્વ દીર્ઘ શી રીતે લખવા? ત્યારે કેટલાએકે કહ્યું કે ટુંક બેલા હોય તે સ્વ, અને લાંબે બોલાતે હોય તે દીર્ઘ લખવે. પછી પુછયું કે,
કીડી” એ શબ્દ શી રીતે લખો ? ત્યારે એકે કહ્યું કે હું તે કિડિ, કિડિ, કિડિ એમ બોલું છું, માટે મને તે લાગે છે કે એ બને અક્ષરે હસ્વ લખવા. બીજાએ કહ્યું કે “કિડી” આમ લખવું. ત્રીજાએ કહ્યું કે “કીડિ'' એમ લખવું. આ વખતે તેમાં હું પણ સામેલ હતા. પણ ગદ્ય બેલવા ઊપરથી હસ્વ કે દીર્ધને કાંઈ નકી ઠરાવ કહી શકવાની મારી નજર પહોંચી નહીં, અને હજી સુધી પણ પહોંચતી નથી. કવિતામાં જે શબ્દ આવે તે ઠેકાણે તેને હસ્વ ઉચ્ચાર થયે કે દીર્ધ ઉચ્ચાર થયો, તે હું સહેલથી કહી શકું છું. અને ગદ્યમાં તો ફક્ત “નદિયો’ એ રીતે ઈકારને પછવાડે ય આવે ત્યાં કાર ઝડપથી હસ્વ બેલાય છે એટલું મારાથી સમજાય છે.
મેં શેડે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, અને ઘણું શાસ્ત્રીઓને સમાગમ મેં કર્યો છે. સંસ્કૃતમાં કેટલાએક શબ્દ હસ્વ, અને કેટલાએક દીર્ધ લખવાને ઠરાવ છે. પણ જેમ અંગ્રેજીમાં છે કે, ફલાણુ અક્ષરે લખ્યા હોય, ત્યારે તેને ઉચ્ચાર આ રીતે કરે. તેથી ઘણા શબ્દો ધારી ધારીને યાદ રાખવા પડે છે, તેમજ સંસ્કૃતમાં પણ ઉચ્ચાર, ઊપરથી હસ્ય દીર્ઘ જાણી શકાતા નથી, માટે ઘણું શબ્દોની લખવાની રીત ધારી ધારીને યાદ રાખવી પડે છે, અને જે યાદ ન હોય તે કોશના પુસ્તકમાં જેવું પડે