________________
ભ૦–શાસ્ત્રીબાવા, સર૫ વાઘને ભય તે નહી પણ ચાડિયા લેકને ભય - તે ખરે, એ તે કાંઈ એવા જંત્રને માને નહિ. દેશાઈ –અરે તમે અમારી મશ્કરી કરે છે ? હસવું હોય એટલું હશી
લ્યો, પણ આ કામ બાબત તમારે સાફ જવાબ આપો પડશે કે તમે મોટા પૈસાવાળા શાથી થયા ? અને બીજા લોકોને કેમ
હેરાન કરે છે? એ કામ કાંઈ સારું નથી. ભીમ–હા. તારે તે સારું નથી. દેશાઈ –તે શેનું સારું હૈય, અમારી મિલકત ધુળધાણી કરીને આ
ઘરને ખૂણે પેસીને તરેહ તરેહના પાક બનાવે છે તે. ભીમ –ડીક ત્યારે, પાકમાંથી તમને ખાવાનું મળે ત્યાં સુધી તમે અને
તમારી સાહેદી પુરનારાઓ પતરાળીઓ, પડિયા, લેઈને બેસો. દે –કેમ પાક નથી બનતે, ત્યારે આ દુધપાક, શીરાપુરી, માલપુડાની
બાસ ક્યાંથી આવે છે? ભીમ , તે બાસ તમારા મોમાં આવી, ત્યારે હવે તમારે શું જોઈએ? શાસ્ત્રી–અરે ભાઈ તું જાણતા નથી કે, ચાડિયા લોકેનું એ જ કામ
છે, કે કાંઈ ન હોય તે પણ જુઠું તેમત ઉભું કરીને પણ તેની
પાસેથી કાંઈ લેવું. દેટ–અમે જન્મથી જ જે જે કામ કીધાં હશે તે સરકારના ફાયદા
વાસ્તે. અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે,
ગણને ભાઈ દોષ. આ લોકે આજ અમારી મશકરી કરે છે. ભીમર—તમે ફાયદે અને કલ્યાણ કીધાં ?
દે—હા, હા; અમારા જેવા બીજા કેઈએ પણ નથી કીધાં. ભીમ–ત્યારે હું પુછું તેને જવાબ આપે.
દે-શું કહે છે? ભીમ –શું તમે ખેડુત છે કે ઘણું અનાજ પકવીને જગતને
ફાયદો કીધે ?
-