________________
ચરણામૃત- સ્ત્રીઓ સંધ્યાવંદનાદિ કર્મકાંડમાં મુખ્ય કરીને સ્નાનાદિ કરી ચરણામૃત લે છે. આ ચરણામૃત પુરૂષે પણ લે છે, ચરણામૃત એ એક પ્રકારની પીળી માટી થાય છે. શિયાળ ગામની આસપાસ કેઈક સ્થળેથી નીકળે છે. વૈષ્ણવ જાત્રા જાય ત્યારે એ માટી લઈ આવે છે. તેઓ એ માટી શાચે જઈ આવ્યા પછી પણ ખાય છે. દિવસે કે રાત્રે કોઈપણ વખતે ખાવા ત્યારે પણ ખાય છે. તે ચરણામૃત લઈ સર્વેતમ વિગેરેને પાઠ પણ કરે છે. પછી ગૌમુખી કે લુગડાંમાં ઘાલી માળા પણું ફેરવે છે. મરજાદી સ્ત્રી હોય તે સવારે ઉઠી મંદીરમાં દર્શન કરી મંગળા કરી પિતાના ઘરની બાળકૃષ્ણજીની મૂર્તિને શંગાર ધરે છે. રસોઈ તૈયાર થયા પછી ભોગ ધરાવી આરતી ઉતારી મંદિર બંધ કરે અને પછી જમવાની તજવીજ કરે છે. સાંજના ઉત્થાપન કરે છે. ને રાતના શયન ભોગ ધરીને પછી ઠાકોરજીને એક નહાની સરખી સુખ શયામાં સુવાંડે છે. આને ઠાકોર સેવા કહેવામાં આવે છે;
ભજનમાં સ્ત્રીઓ ઘણું ખરી શ્રીકૃષણની રાસલીલાનાં પદે, શૃંગારના પ્રેમ વધારવાના–મહારાજો પર પ્રીતિ થવાના તેમજ શ્રી વલ્લભાખ્યાન તથા મૂલ પુરૂષના કાવ્યો ગાય છે. વળી બીજા કેટલાએક ઘોળ તથા વધાઈઓ જેમાં મહારાજની સ્તુતિ પ્રાર્થના હોય છે હેને પાઠ કરે છે. કેટલાંક અનીતિ ભરેલાં નવરાશે શીખી લે છે ને મહારાજની પધરામણીમાં બહુ ઉમળકાથી ગાય છે. દર્શન કરવા તે બે ચાર વાર ફૂરસદ મળે તેમ જાય છે. નહીં તો એકવારે ચલાવી લે છે. જે પિતા પાસે કાંઈક પૈસા હોય તે મહારાજને ખાનગીમાં આરોગાવવા અથવા રાસક્રીડા કરાવવા ને મરથ કરી ભેટ મૂકી આવે છે.
સર્વ બાબતેને જ્યારે વિચાર કરીએ ત્યારે જણાય છે કે સંસારને કેટલી અધમતાએ લાવનાર આ સંપ્રદાય છે. સ્ત્રી કે જેની ઉન્નતિ પર સકલ સમાજને આધાર રહેલો છે હેની શી