________________
કુમળાં મગજપર મહારાજે તે ભગવાન છે એવા સંસ્કાર બાળવયમાં જ પડતા રહે છે. અને પછી સમર્પણની મંત્રદિક્ષા અપી શિષ્યા બનાવવામાં આવે છે. આ ક્રિયા પરણ્યા પછી તરત જ કરે છે. એ વિષે ગોકળનાથજીની ટીકામાં આ પ્રમાણે લખ્યું છેઃ .. तस्मादादौ स्वोपभोगात्पूर्वमेव सर्व वस्तु पदेन भार्या पुत्रादिनामपि समर्पणं कर्त्तव्यं विवाहानंतरं स्वोपभोगे सर्व कार्ये सर्व कार्य निमित्तं तत्तत्कायोपयोगिवस्तु समर्पणं कार्य समर्पणं कृत्वा पश्चात्तानितानि कार्याणि कर्तव्यानीत्यर्थः ।।
અર્થ–તે કારણ માટે પોતે ભોગવ્યાની પહેલાં બધી વસ્તુ ગુરૂરૂપી ભગવાનને અર્પણ કરવી.
આ લોકની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે લગ્ન પછી પોતાના ઉપયોગમાં લીધા અગાઉ નવ વધુને અર્પણ કરવી. અને મૂળના લોકમાં દેહ અર્પણ કરવાનું કહેલું છે તેથી તે વખતે દેહ પણ અર્પણ કરે છે. અર્થાત મનુષ્ય તરફથી સ્ત્રીઓ અર્પણ થાય ને સ્ત્રીઓ પિતાની દેહ અર્પણ કરે. થઈ રહ્યું, બાકી શું રહ્યું ? પાપની પરિસીમા.
' હવે એમના પિતાના બહ્મ સંબધના મંત્રથી શિષ્યા બનાવ. વાની આ પદ્ધતિ કેટલી વિરૂદ્ધ છે તે જોશું. છોકરો નાનો હોય તથા કમાર અવસ્થામાં હોય છે ત્યારે હેને બહ્મસંબધ આપવામાં આવે છે તે વખતે “તારાનાપુત્રાવિદાં સ્ત્ર, પુત્ર, ઘર, ધન બધું અર્પણ કરવું એમ કહેવામાં આવે છે. હવે દરેક સ્ત્રી કેઈપણ પુરૂષને પરણે છે ત્યારે હેના સ્વામિએ તે હેને પ્રથમજ અર્પણ કરી મૂકેલી હોય છે. તે પ્રસાદી બીજી વાર આપણું થાય તો તે દેષ ગણાય છે. વળી એ મંત્રમાં જે “હારા' શબ્દ પ્રયોગ છે તે પુરૂષને લઇને છે. અર્થાત પુરૂષ પરણે છે ત્યારે એ દારાને અર્પણ કરે, પણ સ્ત્રીઓ કંઈ સ્ત્રીઓને પરણતી નથી જે દારાને અર્પણ કરે ! તેમજ
૧૨