________________
૮ વલ્લભાચાર્યો દામોદરદાસ હરસાનીને કહ્યું કે “દમ યહ મારગ તો સ્ત્રી શુદ્રાદિકનકે ઉદ્ધાર કરીને કે લીયે પ્રગટ કીયો હૈ.” તેનું કારણ બતાવ્યું છે કે વેદાદિકમાં સ્ત્રી શુદ્રોને ઉદ્ધાર નથી તે સારૂ કર્યો છે, પણ એમ નથી. આગળ કહયું છે કે “જીવ છુટા પડયા તે સારૂ કર્યો છે.” ત્યારે તેમાં ખરૂં કર્યું ?
૯ વળી વલ્લભાચાર્યે પોતાના સંસ્કૃત ગ્રંથોમાં સિદ્ધાંત જુદાજ લખ્યો છે. “શુધધાત” કરીને પુસ્તક છે તેમાં એમ કહે છે જે આ જગત બધું કૃષ્ણના અંગમાંથી ઉત્પન્ન થયું છે, તેથી પુરૂષો બધા કૃષ્ણરૂપ છે ને સ્ત્રીઓ બધી સ્વામિનીરૂપ છે, પણ તેઓ જ્યારે શુદ્ધ થાય એટલે અમારી પાસેથી બ્રહ્મસંબંધ લે ત્યારે કુણરૂપ થઈ જાય.
પણ એમના માર્ગને બેધ લીધેલા તે બહુ જણાય છે તેમાં એક પણ શ્રીકૃષ્ણરૂપ નથી. એટલું જ નહીં પણ કોઈ મહારાજને પણ શ્રીકૃષ્ણ જેવા દીઠા નથી. બાકી રાસધારીઓ નાટકમાં શ્રી કૃષ્ણને વેશ લે છે, તેમાં જોવામાં આવે છે ખરા. આ નવમાં ખરો સિદ્ધાંત કર્યો ?
આ પરસ્પર વિરોધી પ્રમાણે વાતો બેસુમાર છે, તેના ફક્ત નમુને ઉપર આપ્યા છે. છતાં વલ્લભાચાર્ય, વિઠ્ઠલાચાર્ય અને અગાઉ થઈ ગયેલા સઘળા મહારાજોને ભોળા વૈષ્ણો ગોલોકવાસી પરમેશ્વરનું રૂપ જાણે છે, પણ અફસોસ! જો તેઓ ગ્રંથ તપાસે તો ખબર પડે કે તેઓમાંના કેટલાએકને પ્રસાદ ખાવાની લાલચ, કેટલાએકને સ્ત્રીઓની સાથે સ્પર્શ અને રાસાદિ લીલા કરવાની લાલચ કેટલાએકને રાગ અને કેફાદિકની લાલચ, તેમ કેટલાએકને સુગંધની તથા નવીન વસ્તુના દર્શનની લાલચ હેય છે. તેથી તેઓ કાંઈ ગ્રંથ તપાસવાની તજવીજ કરતા નથી. તેમ તેઓને મોટો ભાગ અભણ છે તેથી સારાસાર વસ્તુની પરીક્ષા કરવાની શકિત તેઓમાં હેતી નથી. તેથી ઘણીવાર એમ બને છે કે, જો કોઈ એ બાબત તપાસ કરી તેઓને તેમાંથી પ્રાપ્ત થયેલા અમૃતસમ ફલો ખવડાવવાની તજવીજ કરે છે તે તેને પોતાના દુરાગ્રહથી વિષ